સ્વચ્છતા સેવા માસ કોમ્યુ્નિકેશન કમ્પેઇન અન્વયે ઘોઘા તાલુકા પંચાયત ખાતે પ્રાંત ભુમિકાબેન કારિયા, તાલુકા પંચાયત પ્રમુખ સંજયસિંહ ગોહિલ,મામલતદાર કિશોરભાઈ નારીયા,તાલુકા વિકાસ અધિકારી દિલાવરસિંહ ઝાલા ની ઉપસ્થિતિમાં સરપંચઓ,તલાટી કમ મંત્રીઓઓ,ગ્રામસેવકો સાથે મિટિંગ યોજાય,રીંકલબેન દ્વારા સ્વચ્છતા વિસે માહિતી આપવામાં આવી,બાદમાં સરપંચઓ અને તલાટી કમ મંત્રીઓ ના સૂચનો લેવાયા ત્યારબાદ પ્રાંત દ્વારા ગામમાં પ્લાસ્ટિક બેગ નો ઉપયોગ બંધ કરી કપડાની બેગનો ઉપયોગ કરવા સાથે કચરાના નિકાલ માટે જણાવ્યું,તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા ગામ માં અડવાડિયામાં એક કે બે દિવસ ગ્રામ સફાઈ કરવા અને ગામ માં કચરા પેટીઓ મુકવા જણાવ્યું સાથે ગામના લોકો ને સાથે રાખી સામુહિક સફાઈ કરવા જણાવ્યું સાથે પ્રાંત સાહેબ ને તાલુકાની વિકાસ સીલ ગ્રાન્ટ માંથી દરેક ગામને એક કચરાના નિકાલ માટે વાહન આપવામાં આવે તેવી રજુવાત કરવામાં આવી, મામલતદાર દ્વારા દરેક ગામમાં સ્વચ્છતા જાળવવા જણાવ્યું,તાલુકા વિકાસ અધિકારી દ્વારા પ્લાસ્ટિક બેગ બંધ કરવા અને કચરાનો નિકાલ કરવા જણાવ્યું હતું.