યુનિવર્સિટી દ્વારા સેમ.-૧થી ૬ની પરીક્ષા પધ્ધતિમાં યુનિ. દ્વારા સત્ર શરૂ થયા બાદ પણ લાંબા સમયેપ રીક્ષા પધ્ધતિમાં ટુકા પ્રશ્નો દાખલ કરાયેલ છે. જે વિદ્યાર્થીઓ માટે નુકશાનકારણ છે કારણકે વિદ્યાર્થીને પ્રવેશ સમયે પરીક્ષા પધ્ધતિ અને અભ્યાસક્રમને ધ્યાનમાં લઈ પ્રવેશ મેળવેલ હોય છે. તેમજ તેમણે અત્યાર સુધીની બધી જ પરીક્ષાઓ લાંબા ઉતારી સાથેની આપેલ હોય અને આગામી પરીક્ષાઓ માટે સત્રની શરૂઆતથી જ લાંબા ઉતારો સાથેની તૈયારી પણ શરૂ કરી દીેધેલ હોય તેવો માટે નવી પરીક્ષા પધધતિ પ્રતિકુલ આવે છે. જેથી વિદ્યાર્થીઓના માર્કસ પર તથા યુનિ.ના પરિણામ પર પણ અસર પડી શકે છે તેમ છે માટે વિદ્યાર્થીઓના વિશાળ હિતને ધ્યાને લઈ સેમ૩ થી ૬ સુધીની પરુક્ષીામાં જુની પરીક્ષા પધ્ધતિ મુજબ જ પરીક્ષા લેવામાં આવે તેવી એબીવીપી દ્વારા માંગણી છે.