૧પ-૧પ દાયકાથી કેળવણીના ક્ષેત્રમાં અગ્રેસર શહેરની પ્રતિષ્ઠિત શામળદાસ કોલેજના હિન્દી વિભાગ દ્વારા રાજયભાક્ષા હિન્દીને પ્રોત્સાહન આપવા હિન્દી સપ્તાહ ઉજવાઈ રહ્યું છે.ે આ અંતર્ગત વિભિન્ન સ્પર્ધાઓ યોજવામાં આવેલ છે.
તા. ૧૭-૯-ર૦૧૯ના રોજ હિન્દી કાવ્ય પઠન પ્રતિયોગીતાનું આયોજન કરવામાં આવેલ કાર્યક્રમનું સમગ્ર આયોજન તથા સંચાલન હિન્દી વિભાગના વિદ્યાર્થીઓએ કરેલ હતું. કાર્યક્રમના અધ્યક્ષ પદેથી પ્રિ.ડો. દસાડીયા સરે વિદ્યાર્થીઓને ઉત્સાહ વધારતા વિભિન્ન સ્પર્ધાના આયોજનને બિરદાવી હજુ વધારે કાર્યકર્મ માટે માર્ગદર્શન આપી પ્રોત્સાહન પુરૂ પાડેલ હતું. સ્પર્ધામાં પ્રાસંગિક ઉદ્દબોધન વિભાગ અધ્યક્ષ ડો. સંગીતાબેન મહાલા તેમજ ડો. જનક જોષીએ કરેલ. નિર્ણાયક તરીકે સીનીયર પ્રો. ડો. મનહરકે.ગોસ્વામી, પ્રા. દેવેન્દ્રસિંહ ગોહિલ, પ્રા. દિપ્તી પરમારએ સેવા આપેલ હતી. આ સ્પર્ધામાં વિજેતા તરીકે પ્રથમ-સોલંકી કિશન, દ્વિતિય ગોહિલ દિવ્યાબા, તૃતીય રાઠોડ મયુરસિંહ જાહેર થયા હતાં.