ભાવનગર શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ : તંત્ર મૌન

439

ભાવનગર શહેરમાં રખડતા ઢોરને કારણે વિકટ સમસ્યા ઉભી થઈ છે. કેટલાક સ્થળોએ ઢોર અડીંગો જમાવીને બેઠા છે. રોડની વચ્ચો વચ્ચ જાણે કે શિસ્તબંધ લાઈનમાં બેઠા હોય તેવી રીતે  શહેરમાં માર્ગો ઢોર દેખાઈ રહ્યા છે. વાહન ચાલકો વાહન ઉતરી રસ્તા વચ્ચે ગાયો દુર કરવી પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ખુટીયાના એડફેટને કારણ અનેક લોકો ઈજા પામ્યા છે. અને કેટલાય કિસ્સાઓમાં અપમૃત્યુના બનાવો બની રહી છે.  ત્યારે તંત્ર હજી પણ આવા મોતની રાહ જોઈ રહી છે. આ તસવીર શહેરના  દિવાનપરા રોડ, વાસણઘાટ, મોતીબાગ, વિઠ્ઠલવાડી, ભાયાણી વાડી આ વિસ્તારોમાં ઢોરનો ત્રાસા દેખાઈ રહ્યો છે. આ સમસ્યાનો કાયમ માટે ઉકેલ જરૂરી છે. રાત્રીને સમયે જાણે ગાય રોડ પોતાની ગૌશાળા સમજતી હોય એવી રીતે રોડ પર પોતાનો અડીંગ જમાવીને બેઠે છે. ઢોરના લીધે ઘણી જગ્યાએ ટ્રાફિક જામના પણ પ્રશ્નો સર્જાઈ રહ્યા છે.

Previous articleશામળદાસ આર્ટસ કોલેજમાં હિન્દી સપ્તાહની ઉજવણી કરાઈ
Next articleકરીના કપુરના જન્મદિવસની અડધી રાત્રે જ ભવ્ય ઉજવણી