રતનપરના પંચદેવી આશ્રમમાં પાંચ બુકાનીધારીઓએ મહંત દંપતિને માર-મારી સોના-ચાંદીના દાગીના,રોકડની લૂંટ ચલાવી

368

રતનપરનાં પંચદેવી આશ્રમમાં પાંચ બુકાનીધારીઓ ત્રાટકી મહંત દંપતીને માર મારી સોના-ચાંદીના દાગીના અને રોકડની લૂંટ ચલાવી હતી. મહંતને ઈજા પહોંચતા સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યારે કુવાડવા પોલીસે સમગ્ર મામલે ગુનો નોઁધી તપાસ હાથ ધરી છે.

પોલીસમાંથી મળતી વિગત અનુસાર રાજકોટની ભાગોળે રતનપર ગામે આવેલા માળી સમાજના પંચદેવી આશ્રમમાં મધરાત્રે દોઢેક વાગ્યાના અરસામાં પાંચ બુકાનીધારી શખ્સો ત્રાટક્યા હતા. આશ્રમમાં છેલ્લા બે વર્ષથી પૂજા-અર્ચના કરતા અને આશ્રમમાં રહેતા મહંત સુરેશદાસ હિંમતરાય નિમાવત (ઉ.વ.૫૬) સુઇ ગયા હતાં. જ્યારે તેમના પત્ની મધુબેન સુરેશદાસ નિમાવત જાગતા હતા. તે સમયે પાંચ બુકાનીધારીઓએ આવી મધુબેન નિમાવતનું મોઢુ દબાવી માર માર્યો હતો અને મધુબેને પહેરેલ સોનાનાં બુટીયા, બે ચાંદીની માળા, સાંકળુ, મોબાઈલ અને રોકડ સહિતના મુદામાલની લૂંટ ચલાવી હતી. દરમિયાન મહંત સુરેશધામ નિમાવત જાગી જતા તેમને પણ લાકડી વડે માર માર્યો હતો.

મહંત દંપતીને બેફામ માર મારી દાગીના અને રોકડ રૂપિયાની લુંટ ચલાવનાર પાંચેય બુકાનીધારીઓ આશ્રમમાં હાથફેરો કરે અને દંપતીને વધુ માર મારે તે પહેલા જ મહંત સુરેશદાસ નિમાવત મંદિરમાંથી કૂદીને પાડોશમાં રહેતા ગંભીરસિંહની વાડીએ દોડી ગયા હતા. મહંત લોકોને ભેગા કરશે તેવી દહેશતે પાંચેય બુકારીધારી શખ્સો નાસી ગયા હતા.

Previous articleરાજસ્થાનના ટૉંકમાં ૪ હાથ પગવાળી બાળકી જન્મતા લોકોમાં કૂતુહલ
Next articleકતારગામમાં ગેરેજમાં અચાનક આગ લાગતા ૭ કાર બળીને ખાક