કતારગામ આરજેડી બિઝનેસ હબના એક ગેરેજમાં મધરાત્રે અચાનક આગ ફાટી નીકળી હતી.ગેરેજમાંથી આગની જ્વાળા બહાર નીકળતા જોઈ લોકોની ભીડ ભેગી થઈ ગઈ હતી. દેવ મોટર્સમાં લાગેલી આગ બાબતે તાત્કાલિક ફાયરને જાણ કરાતા આખી ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયરના જવાનોએ મહા મુસીબતે આગને કાબુમાં લઈ તપાસ હાથ ધરતા લગભગ ગેરેજમાં પાર્ક ૭ કાર બળીને ખાક થઈ ગઈ હતી. આગ લાગવા પાછળનું કોઈ કારણ બહાર ન આવતા આગળની તપાસ હાથ ધરાઈ હતી.
હિતેશભાઈ ઠાકોર (ફાયર ઓફિસર)એ જણાવ્યું હતું કે, ઘટનાની જાણ બાદ તાત્કાલિક તેમની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. દેવ મોટર્સના બંધ ગેરેજમાંથી આગની જવાળાઓ બહાર આવી રહી હતી. તાત્કાલિક પાણીનો મારો ચલાવી ૨૦-૩૦ મિનિટમાં જ આગ કાબુમાં લઈ લીધી હતી. આગ લાગવા પાછળ શોર્ટ સર્કીટ હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે. ત્રણ ગાડી બળીને ખાક થઈ ગઈ હતી. જોકે મોટી દુર્ઘટના ટળી હોય એમ કહી શકાય છે.