PM-JAYના સફળતાપૂર્વક એક વર્ષ નિમિત્તે ‘આયુષ્યમાન ભારત દિવસ’ની ઉજવણી કરાશે

437

કેન્દ્ર સરકારના આયુષ્યમાન ભારત અંતર્ગત ભારતની સૌથી મોટી આરોગ્યલક્ષી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના- ઁસ્-ત્નછરૂના સફળતાપૂર્વક એક વર્ષ પૂર્ણ નિમિત્તે તા.૨૩ સપ્ટેમ્બર૨૦૧૯, સોમવારના રોજ ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના અધ્યક્ષસ્થાને ‘આયુષ્યમાન ભારત દિવસ’ ની ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણી સમારોહમાં નાયબ મુખ્યમંત્રીના હસ્તે કોમ્યુનીટી હેલ્થ ઓફિસરોને નિમણૂક પત્ર એનાયત, વિવિધ સંસ્થાઓનું સન્માન, સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતેના ટ્રોમા સેન્ટરના થીયેટરોનું

ઇ-તકતીથી લોકાર્પણ, ૧૦૪ હેલ્થ હેલ્પલાઇન અને તે અંતર્ગત ‘સ્યુસાઇડ પ્રિવેન્શન’ની હેલ્પલાઇન અને લોગોનું અનાવરણ, સ્યુ સાઇડ પ્રિવેન્શન’ હેલ્થલાઇન પુસ્તકનું વિમોચન,‘MY TECHO’ નું લોકાર્પણ, લક્ષ્ય કાર્યક્રમ હેઠળ ઉત્કૃષ્ટ કામગીરી બદલ પી.કે.જનરલ હોસ્પિટલ-રાજકોટ તેમજ બારડોલી હોસ્પિટલને એવોર્ડ,૧૦૮ એમ્બ્યુલન્સ અને ખિલ ખિલાટ વાનને લીલી ઝંડી આપીને પ્રસ્થાન પણ કરાવવામાં આવશે.  જી.એમ.ઇ.આર.એસ. મેડિકલ કોલેજ ઓડીટોરીયમ, ગાંધીનગર ખાતે સવારે ૧૦.૩૦ કલાકે યોજાનાર આ સમારોહમાં અતિથિવિશેષ તરીકે આરોગ્ય રાજ્ય મંત્રી કિશોર કાનાણી(કુમાર), ગાંધીનગર-દક્ષિણના ધારાસભ્ય શંભુજી ઠાકોર, ગાંધીનગર-ઉત્તરના ધારાસભ્ય સી.જે.ચાવડા સહિત રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં આરોગ્ય સેવાઓ સાથે જોડાયેલા તબીબી મહાનુભાવો, સંસ્થાઓ અને આરોગ્ય કર્મીઓ ઉપસ્થિત રહેશે તેમ, આરોગ્ય વિભાગની યાદીમાં જણાવાયું છે.

Previous articleકતારગામમાં ગેરેજમાં અચાનક આગ લાગતા ૭ કાર બળીને ખાક
Next articleગાંધીનગર સિરિયલ કિલરે વધુ એક હત્યાની કબૂલાત કરી