શહેરનાં ક્રિષ્ના વૉટરપાર્કમાં સ્પેશિયલ ઑપરેશન ગ્રુપ ના નિવૃત્ત અધિકારી રાજભા વાઘેલાની બર્થ-ડે પાર્ટીમાં પોલીસકર્મીઓ સહિત કેટલાક લોકો નશાની હાલતમાં હોવાની બાતમીના આધારે પોલીસ (ર્ઁઙ્મૈષ્ઠી) દ્વારા ગુરૂવારે રાતે દરોડા પાડ્યા હતાં. જ્યાં ચાર એએસઆઈ, એક કોન્સ્ટેબલ અને એક રિટાયર્ડ ડીવાયએસપી સહિત કુલ ૮ પોલીસ પીધેલી હાલતમાં પકડાયા હતા. પાર્ટીમાં કુલ ૩૦ લોકો હતા. જેમાંથી નશાની હાલતમાં ૧૦ લોકો હોવાનું જાણવા મળ્યું છે. આ ૧૦માંથી ૫ પાસે પરમીટ હોવાનું કહેવાય છે. મધરાતે ક્રિષ્ના વોટર પાર્કના ગેઈટ પાસે પોલીસ બંદોબસ્ત મૂકી દેવાયો હતો. આ પાર્ટીમાં ૪૫થી પણ વધુ લોકો હોવાનું અને કેટલાકને વાડી માર્ગેથી ભગાડી દેવાયાનું ચર્ચાઈ રહ્યું છે. ક્રિષ્ના વોટર પાર્ક ભાજપના અગ્રણી હરીભાઇ પટેલનો છે.
આ મામલામાં કુવાડવા પોલીસ દ્વારા ભીનું સંકેલવાનો પ્રયાસ કરવામાં આવતો હોય તેમ જોવા મળી રહ્યું છે. ઝડપાયેલા આરોપીઓનાં બ્લડ સેમ્પલ સિવિલ હોસ્પિટલનાં બદલે આરાગ્ય શાખામાં લેવામાં આવ્યાં હતાં. નિવૃત ડ્ઢરૂજીઁ સહિત ૧૦ લોકોનાં ૧૫ કલાક પછી સેમ્પલ લેવામાં આવ્યાં છે. આટલા કલાકમાં તો દારૂનો નશો પણ ઉતરી જાય પછી સેમ્પલ લઇને શું કરવાનું. ત્યારે રાજકોટ પોલીસ પર લોકો અનેક સવાલો ઉભા કરી રહી છે.
રાજભાએ જણાવ્યું, ’આજે મારો બર્થ ડે હતો એટલે મિત્રો અને સગા વહાલાઓને જમવા માટે બોલાવામાં આવ્યા હતા. અહીંયા આવેલા લોકોમાં કોઈ બહારથી દારૂ પીને આવ્યા હશે જેમાં પરમીટવાળા લોકો છે. કોઈએ મીડિયા અને પોલીસને ખોટી માહિતી આપી કે અહીંયા દારૂ પાર્ટી છે. અહીંયા કોઈ દારૂ પાર્ટી નહોતી.’