મચ્છરના બ્રિડિંગ મુદ્દે ૨૯૭ સંસ્થાઓને નોટિસ પાઠવાઇ,૫ લાખનો દંડ વસૂલ કરાયો

459

આપના બાળકો જે શાળા, કોલેજ અને ટ્યુશન કલાસિસમાં જાય છે, તો ત્યાં સ્વચ્છતા હોય છે કે કેમ તેની ખાતરી કરી લેજો. કારણે કે તેવી સંસ્થાઓમાં મચ્છરોના કારણે આપના બાળકો બીમાર પડી શકે છે. મ્યુનિસિપલ હેલ્થ વિભાગની મેલેરિયા ટીમે આજે સ્કૂલ, કોલેજો અને ટ્યુશન કલાસિસ સહિતની શૈક્ષણિક સંસ્થાઓમાં મચ્છરના બ્રિડિંગને લઈ ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં શહેરની ૯૭૯ શૈક્ષણિક સંસ્થાઓમાં ચેકિંગ કર્યું હતું. તપાસ દરમિયાન હેવી બ્રિડિંગ મળી આવતા ૪ સ્કૂલ અને બે ટ્યુશન કલાસિસની એડમિન ઓફિસને સીલ કરી છે. ૨૯૭ સંસ્થાઓને નોટિસ આપી કુલ રૂ. ૫.૧૩ લાખનો દંડ વસૂલ કર્યો હતો. થલતેજની આનંદ નિકેતન સ્કૂલને ૧ લાખ, ગોતાની સિલ્વર ઓક કોલેજને ૭૦ હજાર, પાલડીમાં દ્ગૈંડ્ઢને ૩૦ હજાર, એસજી હાઈવે પર આવેલી નિરમા યુનિવર્સિટીને ૨૫ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.

મેલેરિયા વિભાગની ટીમે આજે શૈક્ષણિક સંસ્થાઓમાં મચ્છરના બ્રિડિંગની તપાસ હાથ ધરી રહી છે. જેમાં મોટી મોટી સ્કૂલો અને કોલેજોમાં મચ્છરના બ્રિડીંગ મળી આવ્યા હતા. સાલ એન્જિનિયરિંગ કોલેજ, બોડકદેવની નિરમા સ્કૂલ, ઓઢવની મહારાજા અગ્રસેન સ્કૂલ, વટવાની ગુજરાતી શાળા નંબર ૩-૪, કોસમોસ સ્કૂલ, એલ.જે. કેમ્પસ, મણિનગરની દિવાન બલ્લુભાઈ સ્કૂલ સહિતની શૈક્ષણિક સંસ્થાઓને નોટિસ આપી દંડ વસૂલ્યો છે. મોટાભાગની શાળા અને કોલેજમાંથી મચ્છરના બ્રિડિંગ મળી આવ્યા છે.

Previous articleરાજકોટમાં પોલીસની મહેફિલ : દારૂની તપાસ માટે ૧૫ કલાક પછી લેવાયા બ્લડ સેમ્પલ
Next articleવિક્રમ સાથે સંપર્ક નહીં હવે ગગનયાન પર ધ્યાન કેન્દ્રિત