ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનની સાથે સમગ્ર દેશના લોકોને આશા હતી કે ચન્દ્રયાન-૨ના લેન્ડર વિક્રમ સાથે સંપર્ક થઇ જશે. પરંતુ હવે આ આશાનો અંત આવી ગયો છે. આજે વહેલી સવારે ચન્દ્ર પર રાત્રી ગાળાની શરૂઆત થવાની સાથે જ તમામ આશા પર પાણી ફરી વળ્યુ છે. ઇસરોના વડા કે સિવને કહ્યુ છે કે વિક્રમ સાથે સંપર્ક થઇ શક્યો નથી. હવે ઇસરોનુ ધ્યાન ભારતના સ્પેશ મિશન ગગનયાન પર કેન્દ્રિત થઇ ગયુ છે. સિવાનના આ નિવેદનની સાથે માનવામા આવી રહ્યુ છે કે હવે વિક્રમ સાથે સંપર્ક થવાની કોઇ સંભાવના દેખાઇ રહી નથી. અત્રે નોંધનીય છે કે લેન્ડરનુ જીવનકાળ ચન્દ્રના એક દિવસ એટલે કે જમીનના ૧૪ દિવસના બરોબર છે સાતમી સપ્ટેમ્બરના દિવસે વહેલી પરોઢે સોફ્ટ લેન્ડિંગ કરવામાં લેન્ડર વિક્રમ નિષ્ફળ રહ્યા બાદ ચન્દ્ર પર પડેલા લેન્ડરનુ જીવન શનિવારના દિવસે આજે ખતમ થઇ ગયુ હતુ. કારણ કે સાતમી સપ્ટેમ્બરથી લઇને ૨૧મી સપ્ટેમ્બર સુધી ચન્દ્રના એક દિવસ પૂર્ણ થયા બાદ આજે વહેલી પરોઢે ચન્દ્ર પર રાત્રી ગાળાની શરૂઆત થઇ ગઇ છે. સિવને પણ હવે ગગનયાનને પ્રાથમિકતા આપતા સંકેત આપ્યા છે કે હવે વિક્રમ લેન્ડર સાથે સંપર્ક થવા માટેની કોઇ આશા નથી.
સિવને કહ્યુ છે કે ઓર્ટિબર પોતાનુ કામ કરી રહ્યુ છે. તેમાં રહેલા આઠ સાધન પણ પોતાના કામ કરી રહ્યા છે. ઓર્ટિબર દ્વારા ફોટા મોકલવાની શરૂઆત કરી દીધી છે. વૈજ્ઞાનિકો ફોટો નિહાળી રહ્યા છે. ઓર્ટિબર પર આઠ એડવાન્સ્ડ પેલોડ છે. જે ચન્દ્ર પર મેપિંગનુ કામ કરી રહ્યા છે. દક્ષિણી ધ્રુવ પર પાણી, બરફ અને ખનિજની શોધ ચાલી રહી છે. ઓર્બિટરનુ જીવનકાળ એક વર્ષ નિર્ધારિત કરવામાં આવ્યુ છે. જો કે મોડેછથી ઇસરોના વૈજ્ઞાનિકોએ કહ્યુ છે કે આમાં એટલા પ્રમાણમાં ફ્યુઅલ છે જે આશરે સાત વર્ષ સુધી કામ કરી શકે છે.