ભાજપ-શિવસેના સાથે મળી ચૂંટણી જંગ લડશે : ફડનવિસ

373

મહારાષ્ટ્ર અને હરિયાણામાં વિધાનસભા ચૂંટણીની જાહેરાતની સાથે જ રાજનીતિક પાર્ટી પોતપોતાની જીતના દાવા કરવામાં વ્યક્ત બની ગઈ છે. ચૂંટણી કાર્યક્રમની જાહેરાત વચ્ચે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવિસએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, તેઓ ફરી એકવાર મુખ્યમંત્રી તરીકે રહેશે. શિવસેના સાથે ગઠબંધનને લઇને મતભેદો પર તેમણે કહ્યું હતું કે, અમે સાથે મળીને ચૂંટણી લડીશું. જો કે, તેમણે મુખ્યમંત્રી પદ માટે શિવસેનાની માંગને લઇને કહ્યું હતું કે, તે રિઝર્વ છે પરંતુ તેઓ નાયબ મુખ્યમંત્રી પર નિર્ણય કરી શકે છે. હજુ સુધી શિવસેના મહારાષ્ટ્રમાં ભાજપ જેટલી જ બેઠકો પર ચૂંટણી લડવા માટે કટિબદ્ધ હતી પરંતુ ૧૨૬ બેઠકો પર ચૂંટણી લડવા માટે રાજી થઇ ગયું છે. સુત્રોના જણાવ્યા અનુસાર ભાજપના ક્વોટામાં ૧૬૨ સીટો જઈ શકે છે. જો કે, અન્ય નાના સહયોગી પાર્ટીઓને પોતાના ખાતામાંથી બેઠકો વહેંચી શકે છે. એકબાજુ દેવેન્દ્ર ફડનવીસે ફરીવાર મુખ્યમંત્રી બનવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે તો કોંગ્રેસ પાર્ટીનું કહેવું છે કે, નાગરિકો ભાજપને સત્તાથી બહાર કરવાની તૈયારીમાં છે. કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડાએ કહ્યું હતું કે, મહારાષ્ટ્રમાં ખેડૂતો પરેશાન છે. આત્મહત્યાનો દોર વિકરાળ સ્વરુપ ધારણ કરી ચુક્યું છે. તેઓ સરકાર બદલવાનો ઇંતજાર કરી રહ્યા છે. હરિયાણામાં કાનૂન વ્યવસ્થા બિલકુલ ખતમ થઇ થઇ ગઇ છે.

હરિયાણામાં પણ ભાજપને બહારનો રસ્તો બતાવવા લોકો તૈયાર છે. સીએમ ફડણવીસે એક ન્યૂઝ ચેનલના કાર્યક્રમમાં કહ્યું છે કે, એનસીપી ચીફ શરદ પવારની રાજનીતિનો યુગ ખતમ થયો છે. તેમણે પાર્ટીઓ તોડી છે. કાળચક્રનો ખેલ જુઓ કે હવે તેમની સાથે એ જ થઈ રહ્યું છે. ફડણવીસે કહ્યું કે, દેશમાં વડાપ્રધાન મોદીએ એક વિશ્વાસ ઉભો કર્યો છે. સીએમએ તે મીડિયા રિપોટ્‌ર્સને નકારી દીધો છે જેમાં કહેવામાં આવ્યું હતું કે જેમાં ૨૮૮ સીટોમાંથી ભાજપને ૧૬૨ અને શિવસેનાને ૧૨૬ સીટો પર ચૂંટણી લડવાના છે.

Previous articleરેપ પિડિતાએ ચિન્મયાનંંદને ૨૦૦ વખત ફોનો કર્યા હતા
Next articleઉત્તરપ્રદેશ : ફટકાડા ફેક્ટ્રી બ્લાસ્ટમાં છ લોકોના મોત