વિધાનસભાના દ્વારેથી

662
new vidhansabha.jpg

ભાવનગર સહિતના ન્યુક્લિયર પાવર પ્લાન્ટ ૧૧ વર્ષ બાદ પણ થયા નથી
ભાવનગર ખાતે મીઠી વિરડી, ભાવનગર ખાતે ર૦૦૭માં ઉર્જાક્ષેત્રે થયેલ એનઓજી બાદ પણ હજુ કોઈ પ્લાન્ટ દ્વારા થયા નથી આવા ૬ જગ્યાએ એનયુઓ ક્યાં પછી અન્ય પણ જગ્યાએ ન થઈ શક્યા હોવાથી પરિણામ શુન્ય મળ્યું હોવાથી ગૃહમાં ચકમક ઝરી હતી અને આટલી મોટી રકમના એમઓયુ થયા છતાં એકપણ શરૂ થઈ શક્યા નથી.
જવાબમાં ઉર્જામંત્રીએ અનેક અડચણો ગણાવી હતી. જમીન સંપાદન નહીં થઈ શકવાની વાત કરી હતી. તેમાં ન્યુક્લિયર પાવર કોર્પોરેશનમાં મનમોહનસિંહે વિચાર મુક્યો હતો તે બાદ ગૃહમાં હોબાળો થયો હતો અને મુખ્યમંત્રીએ દરમિયાનગીરી કરવી પડી હતી અને જાપાનમાં સુનામી બાદ ફરી એકવાર વિચારણા કરવાની જરૂરીયાત ઉભી થઈ હતી તેથી શક્ય બનવાની નથી એવું પણ જણાવ્યું હતું. સમગ્ર વાઈબ્રન્ટ આવા કેટલા લાખ કરોડના એમઓયુ થયા હતા અને કેટલા પડતા મુકાયા છે તેનો ઉત્તર આપવાનું ટાળ્યું હતું. ફક્ત ભાવનગર પુરતો મર્યાદિત પ્રશ્ન છે તેથી અલગ નોટીસથી માંગ કરી હતી.
મહિલા દિવસ – ગુજરાત વિધાનસભામાં તમામ કામગીરી મહિલાઓએ સંભાળી
આજે દેશભરમાં મહિલા દિવસની ઉજવણી થઈ રહી છે. જેને લઈને ગુજરાત વિધાનસભાની તમામ કામગીરી પણ મહિલાઓએ સંભાળી હતી. જ્યારે સ્પીકર તરીકે ડૉ.નિમાબેન આચાર્યએ જવાબદારી સંભાળી હતી. વિધાનસભા પ્રારંભે પ્રશ્નોતરી પૂર્વે ગુહમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહિલા દિનની શુભેચ્છા પાઠવી હતી. રૂપાણીએ કહ્યું કે,’’ આપણી સંસ્કૃતિમાં અનાદિકાળથી મહિલાને પુરુષ સમોવડું સ્થાન આપવામાં આવ્યું છે. ભારતીય જનતા પાર્ટી મહિલા હિતને વરેલી છે, અને આનંદી બહેનને પ્રથમ મહિલા મુખ્યમંત્રી પણ બનાવ્યા હતા.તેઓ આજે ગવર્નર પદે બિરાજે છે.’’વિધાનસભામાં આજે મહિલા દિવસ નિમિત્તે ગૃહનું સંચાલન મહિલાઓ કરશે. જે અંતર્ગત સ્પીકર પદે ડૉ.નિમાબેન આચાર્ય રહેશે. તેમજ પ્યુન તરીકે પણ બધી મહિલાઓએ જ કામગીરી સંભાળી હતી.
વિધાનસભાનો ૧૨ વાગ્યાનો સમય ૧૧ વાગ્યાનો કરવા માટેની વિચારણા
ગુજરાત વિધાનસભાનો ૧૨ વાગ્યાનો સમય ૧૧ વાગ્યાનો કરવા માટેની વિચારણા શરૂ કરવામાં આવી છે.સમય બદલવાની આ હિલચાલ પાછળ ડાયાબિટીસ સહિતના રોગથી પીડાતા કેટલાક ધારાસભ્યો છે. આ મામલે ધારાસભ્યોએ વિધાનસભા અધ્યક્ષ અને બંને પક્ષના દંડકને મૌખિક રજૂઆત કરી હતી. ધારાસભ્યોની રજૂઆતને પગલે અધ્યક્ષ અને બંને પક્ષના દંડક પણ આ મુદ્દે ગંભીરતાથી વિચારણા કરી રહ્યા છે.ડાયાબિટીસ અને બીજી સ્વાસ્થ્ય સંબંધિત તકલીફોથી પીડાતા ધારાસભ્યોની રજૂઆત હતી કે, વિધાનસભાનો સમય ૧૨ વાગ્યાનો હોવાથી ૨.૩૦ વાગ્યે રિસેસ પડે છે. જેને કારણે કેટલાક રોગમાં ચોક્કસ સમયે દવા લેવામાં તકલીફ પડે છે, ખાસ કરીને ડાયાબિટીસમાં બપોરે ૧ વાગ્યે દવા લેવાનો સામાન્ય સમય હોય છે. પરંતુ તે સમયે વિધાનસભાની કાર્યવાહી ચાલતી હોવાથી તકલીફ પડી રહી છે, ત્યારે જો વિધાનસભાનો સમય વહેલો કરવામાં આવે તો ૧ વાગ્યે દવા લઈ શકાય છે.
રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં ૫,૧૬,૬૪૫ કૃષિ વિષયક વીજ જોડાણો આપ્યા છે
રાજ્યમાં ખેડૂતભાઇઓને કૃષિ ક્ષેત્રે વીજળીની માંગ સાથે નવા વીજ જોડાણો આપવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે,     આજે વિધાનસભા ગાંધીનગર ખાતે ખેતી વીજ કનેકશનની પડતર અરજી સંદર્ભે પુછવામાં આવેલ લેખિત પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા ઉર્જા મંત્રી  સૌરભભાઇ પટેલે વધુમાં જણાવ્યું કે, એક નવું કૃષિ વીજ જોડાણ (કનેકશન) આપવા રાજ્ય સરકાર દ્વારા રૂ.૧.૭૦ લાખનો અંદાજીત ખર્ચ થાય છે, તેમ છતાં રાજ્ય સરકારના ખેડૂતલક્ષી અભિગમને કારણે રાજ્ય સરકાર દ્વારા છેલ્લા પાંચ વર્ષથી સતત દર વર્ષે આશરે એક લાખ જેટલા વીજ જોડાણો આપવામાં આવ્યા છે. છેલ્લા પાંચ વર્ષથી એટલે કે વર્ષ ૨૦૧૩-૧૪થી જાન્યુઆરી-૨૦૧૮ અંતિત કુલ ૫,૧૬,૬૪૫ કૃષિ વિષયક વીજ જોડાણ આપવામાં આવ્યા છે.

Previous articleઆશાવર્કર મહિલાએ કચેરીમાં પરિવાર સાથે આત્મવિલોપનનો પ્રયાસ કરતા ચક્ચાર મચી
Next articleભાડજ સર્કલ પાસે ટ્રક સાથે કાર ટકરાતા આગ : ૩ યુવકોના મોત