બરવાળા ખાતે તાલુકા કક્ષાનુ ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શન યોજાયું

501

બરવાળા ખાતે તાલુકા કક્ષાનું ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શન  યોજાયું હતું જેમાં શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા.તેમજ તાલુકાની શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાઈ કૃતિઓ રજુ કરવામાં આવી હતી.  બરવાળા ખાતે બ્રાંચ કન્યા શાળા ખાતે તારીખ ૧૯-૨૦/૦૯/૨૦૧૯ ના રોજ જી.સી.ઇ.આર.ટી ગાંધીનગર પ્રેરિત, બી.આર.સી ભવન બરવાળા દ્વારા તાલુકા કક્ષાનું ડૉ.વિક્રમ સારાભાઈ વિજ્ઞાન-ગણિત અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું હતું જેમાં કલ્પેશભાઈ મોરી(તાલુકા શિક્ષણાધિકારી-બરવાળા), નિલેશભાઈ  કણજરીયા(બી.આર.સી કો-ઓર્ડીનેટર), હરેશભાઈ ચાવડા, પંકજભાઈ મુંધવા, પરબતસિંહ ચુડાસમા તેમજ તાલુકાની શાળાના શિક્ષકગણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમની શરૂઆત પ્રદર્શનમાં ભાગ લીધેલ વિદ્યાર્થીનીઓ દ્વારા દીપ પ્રાગટય કરી કરવામાં આવી હતી આ પ્રદર્શનમાં ક્લસ્ટર કક્ષાએ વિજેતા થયેલ તમામ બાળ વૈજ્ઞાનિકો દ્વારા જુદી-જુદી કૃતિઓનું નિર્માણ કરવામાં આવ્યું સાથે જ દીક્ષા પોર્ટલ એપ દ્વારા વર્ગખંડ માં ટેકનોલોજીના ઉપયોગ દ્વારા સરળતાથી પ્રયોગો કેવી રીતે કરી શકાય ? એ માટે અઢળક સાહિત્ય સાથે શાળાના શિક્ષિકા ચૈતાલીબેન રોહેલા દ્વારા સ્ટોલ ઉભો કરી વિદ્યાર્થીઓને માર્ગદર્શન તેમજ ડેમોસ્ટ્રેશન આપવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ભાગ લીધેલ વિધાર્થીઓને ઉપસ્થિત અધિકારીઓ તેમજ શિક્ષકગણ દ્વારા પ્રમાણપત્રો, ટ્રોફી (શિલ્ડ), પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યા હતા, જયારે નિર્ણાયક સ્ટાફને મોમેન્ટો,પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.બરવાળા તાલુકાની શાળાની દરેક વિભાગની એક એમ ૫ પસંદ થયેલી કૃતિઓ આગામી દિવસોમાં બોટાદ જિલ્લા કક્ષાના પ્રદર્શનમાં જોડાશે. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા નીલેશ કણજરીયા(બી.આર.સી.કો.ઓ.) તેમજ બ્લોક ટીમ બરવાળા  દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

Previous articleલીલીયા તાલુકાના ભેંસાણમાં ચાલુ શાળાએ વિજળી પડી
Next articleકપાસના વાવેતરમાં થતી ગુલાબી ઈયળના ઉપદ્રવ અંગે જરૂરી પગલા લેવા ખેતી નિયામક  દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઇ