બરવાળા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ખેડુત મતદારના ૮ ઉમેદવારોને ચૂંટવા માટે તા.૨૦-૦૯-૨૦૧૯ ના રોજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે ચૂંટણી યોજવામાં આવી હતી જેમાં ૯ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી જેનું પરિણામ જાહેર થતા ભાજપ-કોંગ્રેસની સયુંકત પેનલનો વિજય થયો હતો જયારે ૧ અપક્ષ ઉમેદવારનો પરાજય થયો હતો
બોટાદ જિલ્લાના બરવાળા ખાતે આવેલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ખેડૂત મતદાર ઉમેદવારોને ચુંટવા માટે પ્રથમવાર જ ચુંટણી યોજવામાં આવી હતી જેમાં વેપારી મત વિભાગ માંથી (૧) ઝાલા ઇન્દ્રસિંહ હેમુભા (૨) બારડ નવલસસંગભાઈ પ્રતાપસંગભાઈ (૩) રાણપુરા દીપકકુમાર કાંતિલાલ (૪) સાલેવાલા ફિરોજભાઈ બાથાભાઈ તેમજ ખરીદ-વેચાણ સંઘ વિભાગમાંથી (૧) કનુભાઈ પોપટભાઈ માથુકિયા સહીત કુલ પાંચ ઉમેદવારો બિન હરીફ ચુંટાયા હતા જયારે ખેડૂત મતદાર વિભાગમાં ૮ ઉમેદવારો માટે ૯ ખેડૂત મતદારો વચ્ચે ચુંટણી યોજાણી હતી જેમાં ભાજપ-કોંગ્રેસના આગેવાનો દ્વારા ૮ ઉમેદવારોની સયુંકત પેનલ બનાવવામાં આવી હતી જયારે આ પેનલમાં કોળી સમાજના ઉમેદવારનો સમાવેશ કરવામાં ન આવતા કોળી સમાજના આગેવાન રામસંગભાઈ સોમાણી દ્વારા અપક્ષ ઉમેદવારી નોંધાવી ઉમેદવારી પત્ર પરત ન ખેંચતા ચુંટણી યોજવી પડી હતી જેની મતગણતરી તા.૨૧/૦૯/૨૦૧૯ ના રોજ સવારે ૯/૦૦ કલાકે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે યોજવામાં આવી હતી જેમાં ભાજપ-કોંગ્રેસની સયુંકત પેનલના ૮ ઉમેદવારનો ભવ્ય વિજય થયો હતો જયારે અપક્ષ ઉમેદવાર સોમાણી રામસંગભાઈ મોહનભાઈને ૪૬ મત મળતા પરાજય થયો હતો.
બરવાળા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ભાજપ-કોંગ્રેસની સયુંકત પેનલનો ભવ્ય વિજય થતા ચેરમેન તેમજ વાઈસ ચેરમેનનો તાજ કોના શિરે જશે તે આગામી દિવસોમાં જોવું રહ્યું.