ભારત દેશમાં આજે ૧૨૦ મીલીયન લોકો તમાકુનું સેવન કરે છે. અને તેમાંથી ૧૦ મીલીયન લોકો દર વર્ષે મૃત્યુ પામે છે. ભારત સરકાર દ્વારા વર્ષ -૨૦૦૩ માં તમાકુથી થતી બીમારી અને તેને રોકવા માટેના કોટપા – ૨૦૦૩ કાયદો બનાવવામાં આવ્યો છે. રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત ભાવનગર જીલ્લામાં જે .કે સરવૈયા કોલેજ તેમજ અટલ બિહારી બાજપાઇ શાળામાં આરોગ્ય વિભાગ, જીલ્લા પંચાયત ભાવનગર અને ફેઇથ ફાઉન્ડેશન વડોદરાના સંયુ્ક્ત ઉપક્રમે ‘‘ યેલો લાઇન કેમ્પેઇન ’’ નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં ર્ઝ્રં્ઁછ-૨૦૦૩ કલમ -૬ (બી) મુજબ ‘‘ કોઇપણ શૈક્ષણિક સંસ્થાની આસપાસ ૧૦૦ વારની ત્રિજયામાં તમાકુ અથવા તમાકુની બનાવટના વેચાણ પર પ્રતિબંધ ‘‘ આ કાયદાને સખત અમલીકરણ કરવા માટે શૈક્ષણિક સંસ્થાની ૧૦૦ વારની ત્રિજયા ‘‘ યેલો લાઇન ’’ દોરી ‘‘ તમાકુ મુક્ત સંસ્થા ’’ ચિહ્ન બનાવવામાં આવ્યુ હતુ. ગુજરાત રાજ્યમાં ભાવનગર જીલ્લો ‘‘ યેલો લાઇન કેમ્પેઇન ’’ અંતર્ગત ૧૬ મો જીલ્લો બન્યો છે. આ ‘‘ યેલો લાઇન કેમ્પેઇન ’’ માં તમાકુના વપરાશની આડઅસરો અને ર્ઝ્રં્ઁછ-૨૦૦૩ ની જોગવાઇઓ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા અને તમાકુ મુક્ત શાળા, ઘર, ગામ, જીલ્લો તથા રાજ્યોને બનાવવા શપથ લેવડાવવામાં આવ્યા હતા.