સૈફ અલી ખાને ‘યશરાજ ફિલ્મ્સ’ ની ફિલ્મ ‘બંટી ઔર બબલી ૨’ કરવાની ના પાડી દીધી છે. આ જ ફિલ્મ માટે સૈફે અગાઉ હા કહી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ સૈફ અલી ખાને ગયાં અઠવાડિયે ફિલ્મ ન કરવાનો પોતાનો નિર્ણય સંભળાવીને મેકર્સને ઝાટકો આપ્યો હતો.
‘યશરાજ ફિલ્મ્સ’ અગાઉ આ ફિલ્મમાં અભિષેક બચ્ચનને લેવા ઇચ્છતા હતા કારણકે પહેલા પાર્ટમાં પણ તે હતો. માટે બીજા પાર્ટમાં સેકન્ડ લીડ રોલ માટે તે એકદમ ફિટ બેસી રહ્યો હતો. જ્યારે લીડ રોલમાં સિદ્ધાંત ચતુર્વેદી અને શર્વરી વાઘ હશે. જોકે, અભિષેક આ ફિલ્મને લઈને એટલો ઉત્સુક ન હતો અને તેણે આ ફિલ્મ માટે ના કહી દીધી. ત્યારબાદ રૂઇહ્લ એ સૈફ અલી ખાનને અપ્રોચ કર્યો. તેને ફિલ્મમાં રસ પડ્યો અને તે ફિલ્મ કરવા માટે તૈયાર થઇ ગયો હતો. સૂત્રોએ એવું પણ જણાવ્યું કે, ફિલ્મનું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થવાનું હતું પણ એન્ડ મોમેન્ટ પર સૈફે ફિલ્મ છોડીને મેકર્સને મુશ્કેલીમાં મૂકી દીધા છે. હવે તેઓ સૈફનાં રિપ્લેસમેન્ટની શોધમાં છે. સૈફ અલી ખાને ફિલ્મ કેમ છોડી તેનું કારણ હજુ બહાર આવ્યું નથી. તેણે અગાઉ યશરાજ ફિલ્મ્સ બેનર હેઠળની ‘હમ તુમ’, ‘સલામ નમસ્તે’, ‘તા રા રમ પમ’, ‘થોડા પ્યાર થોડા મેજીક’ અને ‘રોડસાઈડ રોમિયો’ જેવી ફિલ્મો કરી હતી.