મને હોરર ફિલ્મ્સ જોવાનો ડર લાગે છેઃ વિકી કૌશલ

446

વિકી કૌશલે પોતાની કરિયરની પહેલી હોરર ફિલ્મ ‘ભૂતઃ ધ હોન્ટેડ શિપ’ કરી છે. આ ફિલ્મને લઈ વિકી કૌશલે કહ્યું હતું કે તેને હોરર ફિલ્મ્સ જોવાનો ડર લાગે છે અને તે આ પ્રકારની ફિલ્મ્સ જોતા નથી. વિકીએ હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે આ પહેલીવાર હશે કે તે હોરર જોનરને શીખી રહ્યો છે અને સમજી રહ્યો છે. આ ફિલ્મને લઈ વિકીએ વધુમાં જણાવ્યું હતું કે તેને ઘણો જ ડર લાગે છે. તેને માને છે કે ‘ભૂત’ પહેલી એવી હોરર ફિલ્મ છે, જે તે જોશે. કારણ કે આ ફિલ્મમાં તેણે એક્ટિંગ કરી છે અને તેને ખ્યાલ છે ફિલ્મમાં શું થવાનું છે અને તેથી જ તેને ડર લાગશે નહીં. વધુમાં વિકીએ કહ્યું હતું કે તે હંમેશાં વિચારે છે કે તે હવે મોટો થઈ ગયો છે અને તે હવે હોરર ફિલ્મ્સ જોઈ શકે છે પરંતુ વાસ્તવિકતા એ છે કે કંઈ જ બદલાયું નથી. વિકીને જ્યારે પૂછવામાં આવ્યું કે બોલિવૂડમાં અત્યાર સુધી હોરર જોનરમાં કેમ આટલું સારું કામ થઈ શક્યું નથી? જેના જવાબમાં વિકીએ કહ્યું હતું કે તે આની પર કમેન્ટ કરી શકે તેમ નથી.

Previous articleફિલ્મ બંટી ઔર બબલી-૨ સૈફ અલી ખાને છોડી દીધી
Next articleમારી અને સલમાન વચ્ચે મિત્રતાથી વધારે કાંઇ નથીઃ કેટરિના કૈફ