સૌરાષ્ટ્ર ક્રિકેટ ઍસોસિએશનના પ્રમુખ તરીકે જયદેવ શાહની વરણી

354

સૌરાષ્ટ્ર ક્રિકેટ ઍસોસિએશનનાં નવા સભ્યોની જાહેરાત કરી દેવામાં આવી છે. પ્રમુખ તરીકે નિરંજન શાહના પુત્ર જયદેવ શાહની વરણી કરવામાં આવી છે. ઉપપ્રમુખ તરીકે દિપક લાખાણી, સેક્રેટરી તરીકે હિમાંશુ શાહ, જોઈન્ટ સેક્રેટરી તરીકે કરણ શાહ અને ટ્રેઝરર તરીકે શ્યામ રાયચુરાની વરણી થઈ છે. આ સિવાય કાઉન્સિલના સભ્યો તરીકે નિલેશ દોશી, જયવીર શાહ, વિક્રાંત વોરા, અભિષેક તલાટીયા, રાજુ શાહ, અભિષેક કામદાર, હિરેન કોઠારી, ચના મોરી, મિહીર શાહ, મહેશ કોટેચા અને હેમંત શાહ ચૂંટાઈ આવ્યા છે.

સૌરાષ્ટ્ર ક્રિકેટ ઍસોસિએશનના ઈલેકટ્રોલ ઓફીસર વરેશ સિંહાના માર્ગદર્શન હેઠળ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા કરવામાં આવી હતી. ચૂંટણી પ્રક્રિયામાં આ તમામ ઉમેદવારોને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતાં. ચૂંટણીનાં ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ૨૬મીએ ચૂંટણી યોજાવાની હતી. ઉમેદવારો સામે કોઈ હરીફ ઉમેદવાર ન હોવાથી આ તમામને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતાં.

૩૬ વર્ષીય જયદેવ શાહ બીસીસીઆઈના પૂર્વ સેક્રટરી નિરંજન શાહનો પુત્ર છે. જયદેવ શાહે સૌરાષ્ટ્ર રણજી ક્રિકેટ ટીમના કેપ્ટન તરીકેની પણ જવાબદારી નિભાવી છે. જયદેવ શાહે ૧૨૦ ફર્સ્ટ ક્લાસ મેચમાં ૧૦ સદી અને ૨૦ અડધી સદી સાથે ૫૩૫૪ રન બનાવ્યા છે. ૧૧૦ મેચમાં સૌરાષ્ટ્ર ટીમની કેપ્ટનશિપ કરી છે. જે એક ઘરેલું રેકોર્ડ છે. તેની કેપ્ટનશિપમાં સૌરાષ્ટ્ર ૨૦૧૨-૧૩ અને ૨૦૧૫-૧૬ની રણજી ટ્રોફીમાં રનર્સ અપ રહ્યું હતું. ૨૦૦૭-૦૮માં ટીમને વિજય હઝારે ટૂર્નામેન્ટમાં ચેમ્પિયન બનાવી હતી.

Previous articleફોર્ચ્યૂન ઇન્ડિયાની ટૉપ-૫૦ સૌથી શક્તિશાળી મહિલાઓમાં અનુષ્કાને સ્થાન
Next articleપ્રો. કબડ્ડી લેન્ગ્યુ-ર૦૧૯ : ગુજરાત અને જયપુરની મેચ જોરદાર રસાકસી બાદ ૨૮-૨૮થી ટાઈ