પ્રો. કબડ્ડી લેન્ગ્યુ-ર૦૧૯ : ગુજરાત અને જયપુરની મેચ જોરદાર રસાકસી બાદ ૨૮-૨૮થી ટાઈ

627

દિપક હુડા અને વિશાલની શાનદાર લડાયક રમત છતાં જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમ પર રમાયેલી પ્રો કબડ્ડી લિગ સિઝન-૭ (પ્રો. કબડ્ડી લેન્ગ્યુ-ર૦૧૯)ની એક મેચમાં યજમાન જયપુર પિંક પેન્થર્સ અને ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટસની મેચ જોરદાર રસાકસી બાદ ૨૮-૨૮થી ટાઈમાં પરિણમી હતી. દિપક હુડાએ ૧૮ રેઈડમાં ચાર પોઈન્ટ, જ્યારે કે વિશાલે સાત ટેકલમાં નવ પોઈન્ટ મેળવીને ટીમ માટેની લડતમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. આ મેચમાં રેફરીના કેટલાક નિર્ણયો ગુજરાતની તરફેણમાં રહ્યા ન હતા.

Previous articleસૌરાષ્ટ્ર ક્રિકેટ ઍસોસિએશનના પ્રમુખ તરીકે જયદેવ શાહની વરણી
Next articleBCCIએ ભારતીય ક્રિકેટર્સને આપી દિવાળી ભેટ : દૈનિક ભથ્થુ ડબલ કર્યુ