આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આગુરુવારે અમદાવાદ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. રૂપાણીએ અહીં પ્રસુતિ વિભાગની મુલાકાત લઈને મહિલા દિનની ઉજવણી કરી હતી.
અહીં આ દિવસે જન્મેલી બાળકીઓને રૂપાણીએ ચાંદીના સિક્કા સહિતની એક કિટ ભેંટમાં આપી હતી. અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે રાત્રીના ૧૨ વાગ્યાથી સવાર સુધી પાંચ બાળકીઓના જન્મ થયા હતા. ગુજરાત સરકારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે નક્કી કર્યું છે કે, આ દિવસે રાજ્યમાં જેટલી પણ દીકરીઓનો જન્મ થશે તેનું સન્માન કરવામાં આવશે.સિવિલ હોસ્પિટલ ખાતે કિટ વિતરણ બાદ મીડિયા સાથે વાતચીત કરતા રૂપાણીએ કહ્યું હતું કે, ’ગુજરાતમાં રાજ્ય સરકારે નક્કી કર્યું છે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રોજ જેટલી પણ દીકરીઓનો જન્મ થશે તેનું રાજ્ય સરકાર સન્માન કરશે. ’નન્હી પરી અવતરણ’ કાર્યક્રમ હેઠળ રાજ્યમાં ઠેરઠેર આ કાર્યક્રનું આયોજન કરવામાં આવ્યું છે.’રૂપાણીએ વધુમાં કહ્યું હતું કે, ’દીકરી એ દીકરા સમોવડી છે. હવેના સમયમાં દીકરી ભણી ગણીને આગળ આવે અને સમાજની જવાદારી સ્વીકારે તે માટે સરકાર મહિલા સશક્તિકરણની દિશામાં કામ કરી રહી છે. દીકરી વ્હાલનો દરીયો છે માટે આજના દિવસે જેટલી દીકરીઓ અવતરી છે તેના સન્માન કાર્યક્રમો રાજ્યની વિવિધ સિવિલ હોસ્પિટલોમાં ખાતે યોજાઈ રહ્યા છે. ભવિષ્માં મહિલાઓ સામાજિક, આર્થિક, શૈક્ષણિક તમામ ક્ષેત્રમાં આગળ વધે તેવી શુભેચ્છા.’
આંતરરાષ્ટ્રી મહિલા દિવસે રાજ્યમાં ઠેર ઠેર ’નન્હી પરી અવતરણ’ કાર્યક્રમ અંતર્ગત આ દિવસે જન્મેલી બાળકીના સન્માનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.