વિશ્વ કુશ્તી ચેમ્પિયનશિપમાં ભારતને મોટો ઝોટકો લાગ્યો છે. રવિવારે ગોલ્ડ મેડલ માટે મેટ પર ઉતરતા પહેલા જ દીપક પુનિયાને ઇજા પહોંચી હતી જેન કારણે તે ફાઈનલ મુકાબલો રમી શક્યો નહીં અને તેને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો છે. પુનિયાએ ૮૬ કિલોગ્રામ કેટેગરીની ફાઈનલમાં ઇરાનના હસન યાઝદાનિચારાટીનો સામનો કરવાનો હતો.
દિપકને ડાબા પગ અને આંખમાં ઈજા થઈ છે. પીટીઆઈ સાથે વાતચીત દરમિયાન દીપકે કહ્યું કે ઇજાના કારણે કુશ્તી લડવું મુશ્કેલ છે. હું જાણું છે કે આ એક મોટી તક હતી પરતું કંઈ કરી શકાય તેમે નથી.
ઉલ્લેખનીય છે કે દીપક પૂનિયાએ શનિવારે ૮૬ કિલોગ્રામ ભારવર્ગની સેમીફાઈનલમાં સ્વિત્ઝરલેન્ડના રેસલર સ્ટીફન રિચમૂથને ૮-૨થી હાર આપી. સેમીફાઈનલમાં પહોંચવાની સાથે જ અગામી વર્ષે ટોક્યોમાં યોજાનારા ઓલંપિકનો કોટા મેળવી ચુક્યો છે.