ફરી એક વખત ડુંગળીના ભાવોમાં થઈ રહેલા વધારાના કારણે લોકોની આંખમાં આંસુ આવી રહ્યા છે. એક સપ્તાહમાં જ ડુંગળીના ભાવ બમણા થઈ ચુક્યા છે.એક કિલો ડુંગળી એક અઠવાડિયા પહેલા ૪૦ થી ૪૫ રુપિયે વેચાતી હતી.આજે દેશના કેટલાક હિસ્સાઓમાં તેનો ભાવ વધીને ૮૦ થી ૯૦ રુપિયા સુધી પહોંચી ચુક્યા છે.
એક અહેવાલ પ્રમાણે ડુંગળી પકવતા રાજ્યોમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિના કારણે સપ્લાય ઓછો આવી રહ્યો છે.જેના કારણે ભાવમાં ઝડપથી ઉછાળો આવ્યો છે.કર્ણાટક, મહારાષ્ટ્ર, અને દક્ષિણ ભારતના બીજા રાજ્યોમાંથી ઉત્તર ભારતમાં ડુંગળીના સપ્લાય પર અસર પડી છે.
જાણકારોને કહેવા પ્રમાણે ઓક્ટોબર મહિનાના બીજા સપ્તાહ સુધી ડુંગળીના ભાવોમાં તેજી યથવત રહેશે. આ પ્રકારની તેજી ૨૦૧૫માં જોવા મળી હતી.તે વખતે પણ પૂરના કારણે ડુંગળીના પાકને નુકસાન થતા પ્રતિ કિલો ભાવ ૧૦૦ રૂપિયા સુધી પહોંચી ગયો હતો.