ભાવનગર શહેરના ચાવડીગેટ વિસ્તારમાં આવેલ બાપુની વાડી તરીકે ઓળખાતી મસ્જીદ આજે બપોર બાદ અચાનક ધડાકાભેર ધરાશાયી થતાં અનેક લોકો દટાયા હતાં. ઘટનાની જાણ થતા તુરંત જ મુસ્લિમ સમાજના આગેવાનો ઘટના સ્થળે દોડી ગયા હતા અને બે ક્રેન તથા જેસીબી વડે ઈમલો હટાવવાની અને બચાવ કામગીરી શરૂ કરાઈ છે. ફાયર બ્રિગેડ તેમજ એક સાથે ૬ જેટલી એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. સાંજે પાંચ વાગ્યા સુધીમાં ચાર વ્યકિતઓને બહાર કાઢી હોસ્પિટલ ખસેડાયા છે. જયારે હજુ વધુ લોકોને બહાર કાઢવાની કામગીરી શરૂ છે. બનાવની જાણ થતાં એસ.પી., ડીવાયએસપી, એલસીબી, એસઓજી તથા તમામ ડીવીઝનના પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા છે. બનાવ સ્થળે હજારો લોકોના ટોળા એકઠા થયા છે.