સુરતમાં ફરી એકવાર હીરાની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. કતારગામ ખાતે હીરાનું કારખાનું ધરાવતા કોસાડ રોડના કારખાનેદાર પાસેથી ૩૨.૬૨ લાખ રૂપિયાના હીરા વેચવા લઈ ગયા બાદ સુમુલ ડેરી રોડનાં હીરા દલાલે પરત કર્યા ન હતા.
સુરતમાં હીરાનો ઉધોગ વિશ્વાસ પર ચાલે છે. ત્યારે આ ઉધોગમાં છેતરપિંડી પણ વધુ બને છે. મૂળ બોટાદનાં વતની અને સુરતમાં અમરોલી કોસાડ રોડ પાર્થ સોસાયટીમાં રહેતા ધર્મેશભાઈ મહેશભાઈ સવાણી કતારગામ શ્યામ માર્બલની બાજુમાં એકાંતિક ડાયમંડના નામે હીરાનું કારખાનું ધરાવે છે. પોતાનાં વતનના રહેવાસી અને સુરતના સુમુલ ડેરી રોડ નેન્સી રેસિડન્સીમાં રહેતા હીરાદલાલ તુષારભાઈ શંભુભાઈ ભીંગરાડીયા ગત જાન્યુઆરી માસથી માર્ચ માસ દરમિયાન ધર્મેશભાઈ પાસેથી કુલ રુપિયા ૩૨,૬૧,૬૮૧ની કિંમતના કાચા અને તૈયાર હીરા વેચવા માટે લઈ ગયા હતા. પરંતુ બાદમાં તેમણે હીરા પરત કર્યા ન હતા.