ઉપરવાસમાં વરસાદથી હથનુર ડેમમાંથી ૧ લાખ ક્યુસેક પાણી છોડવાનું શરૂ કરાયું છે. જેથી ઉકાઇ ડેમના ૯ ગેટ ખોલીને ૧.૦૩ લાખ ક્યુસેક પાણી છોડાયું છે. ડેમ ભયજનક લેવલ ૩૪૫ ફૂટથી માત્ર ૨ ફૂટ જ દૂર છે.
ઉકાઈ ડેમમાં એક લાખ ક્યુસેક પાણીની આસપાસ ઇનફલો ચાલી રહ્યો છે. હથનુર ડેમમાંથી ૧ લાખ ક્યુસેક પાણી છોડાતા ઉકાઇ ડેમના ૬ ગેટ ૫ ફૂટ અને ૩ ગેટ ૪ ફૂટ ખોલી ૧ લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉકાઇની સપાટી ૩૪૩ ફૂટ અને હથનુરની સપાટી ૨૧૨.૬૨ મીટરે છે. ઉપરવાસમાં ૧૪ મીમી વરસાદ નોંધાયો છે. ડાર્ક ઝોનમાં પડતો વરસાદ તંત્રને મથાવી રહ્યો છે.
ગુજરાતના દરિયાકાંઠે લો પ્રેશર એરિયા બન્યું છે. આ સિસ્ટમ લો પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાની સંભાવના છે. એમપીના કેટલાક ભાગોમાં એર સક્યુલેશન છે. ગુજરાતના કેટલાંક ભાગોમાં વરસાદની સંભાવના છે. પારો ૩૩ ડિગ્રી થતાં બફારાથી લોકો અકળાયા હતા.