વાવોલમાં સરપંચની ચૂંટણી ટાણે માર્ગનું નવિનીકરણ હાથ ધરાયુ હતું. આ માર્ગને એક સાઇડ બનાવ્યા બાદ તંત્ર દ્વારા અધુરો મુકી દેવાયો છે. જેના કારણે પસાર થતાં વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
આ અધુરા માર્ગને પૂરો કરવા વાહન ચાલકો અને નાગરિકોએ માંગ કરી છે. શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના માર્ગો મગરની પીઠ જેવા બની ગયા હતાં. જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન થઇ ગયા હતાં. જેને લઇને તંત્રએ આ માર્ગનું નવિનિકરણ હાથ ધરાયુ હતું. પરંતુ આસપાસ આવેલા ગ્રામ્ય વિસ્તારમાં પરિસ્થિતી વિપરીત છે. ગાંધીનગર સમીપ આવેલા વાવોલ ગામમાં સરપંચની ચૂંટણી સમયે નવા માર્ગ બનાવવાની કામગીરી શરૂ કરાઇ હતી. જેમાં તંત્ર દ્વારા એક સાઇડનો માર્ગ બનાવી દેવાયો હતો. પરંતુ એક સાઇડનો અધુરો માર્ગ બનાવીને છોડી દેવાયો છે. જુના માર્ગ પર ખાડા હોવાની સાથે માર્ગ પરની ધુળ ઉડી રહી છે. ત્યારે આ અધુરો છોડી દેવાયેલા માર્ગને પૂર્ણ કરવા માટે વાહન ચાલાકોએ માંગ કરી છે.