કેવડિયાની એકતા નગરીના તમામ પ્રોજેક્ટ સોલાર સિસ્ટમથી ચાલશે

415

વિશ્વનું સૌથી સુંદર ઈકો ટુરિઝમ સ્પોર્ટ કેવડિયા બની રહ્યું હોવાથી તેનું નામ એકતાનગરી રખાયું છે. આ જાહેરાત મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કરી છે. પરંતુ તેને મહેસુલી દરજ્જો આપવાનો બાકી છે. હાલ સરકાર કેવડીયાને ઈકો ફ્રેન્ડલી સ્થળ બનાવવાની તૈયારીઓ યુદ્ધના ધોરણે ચાલી રહી છે.

આ એકતા નગરીના મોટાભાગના પ્રોજેક્ટો સોલાર સિસ્ટમથી ચલાવવામાં આવશે. એટલે કે પ્રોજેક્ટોના વિસ્તારને વપરાશ મુજબ વીજળી મળી રહે તે રીતે સોલાર પેનલો લગાવાશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા બંધની આજુબાજુમાં આવેલા મોટાભાગના પ્રોજેક્ટોમાં આ કૉન્સેપ્ટ અમલી થશે. સરકારનો સેવ એનર્જી, ક્લીન એનર્જી અને ગ્રીન કૉન્સેપ્ટને પૂર્ણ કરવાનો ઉદ્દેશ્ય છે.

હાલમાં સોલાર પ્લાન્ટ ૧૩૫૦ કિલો મેગાવોટનો છે તેની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. સ્ટેચ્યુની આજુબાજુમાં જે પ્રોજેક્ટો બની રહ્યા છે ત્યાં પણ કામગીરી ચાલુ છે. ૧૩૪૫ જેટલો પાવર જનરેટર કરી ક્લીન ઈકો ટુરિઝમનો કૉન્સેપ્ટ છે. જેથી આ સ્થળને ગ્રીન સ્પોટ બનાવાશે. જેમાં ચિલ્ડ્રન ગાર્ડનમાં ૨૫૦ મેગા વોટ, જંગલ સફારીમાં ૯૦૦ મેગા વોટ, રિવર રાફ્ટિંગમાં ૨૦ મેગા વોટ, રેવા ભવનમાં ૩૫ મેગા વોટ, કેક્ટસ ગાર્ડનમાં ૧૦૦ મેગા વોટ, સર્કિટ હાઉસમાં ૪૦ મેગા વોટ અને બટરફ્લાય ગાર્ડનમાં ૩૫ મેગાવોટ વીજળીની જરુર પડશે.

Previous articleસુરતમાં દિવ્યાંગ બાળકોનો ફેશન શૉ યોજાશેઃ મુખ્યમંત્રી રૂપાણી રહેશે હાજર
Next articleદર્પણ છ રસ્તા પર કાર ચાલકે ટક્કર મારતા રિક્ષાનો કચ્ચરઘાણ : ચાલક ઘાયલ