દર્પણ છ રસ્તા પર કાર ચાલકે ટક્કર મારતા રિક્ષાનો કચ્ચરઘાણ : ચાલક ઘાયલ

406

અમદાવાદ શહેરના દર્પણ છ રસ્તા પર કાર ચાલકે જોરદાર ટક્કર મારતાં રિક્ષાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. રાહદારીઓએ ગંભીર રીતે ઘવાયેલા રિક્ષા ચાલકને ૧૦૮ મારફતે હૉસ્પિટલ ખસેડ્યો હતો.

બનાવની વિગત એવી છે કે મોડી રાત્રે અમદાવાદ શહેરના હાર્દ સમા દર્પણ છ રસ્તા વિસ્તારમાંથી એક રિક્ષા પસાર થઈ રહી હતી તે વખતે એક કારે રિક્ષાને પાછળના ભાગે જોરદાર ટક્કર મારી હતી. ધડાકાભેર અથડાયેલી કારે રિક્ષાનો કચ્ચરઘાણ કાઢી નાંખ્યો હતો. આ અકસ્માતમાં રિક્ષા ચાલકને ઇજા થઈ હતી જેથી સ્થાનિકોએ તેને તાત્કાલિક ૧૦૮ને જાણ કરી હૉસ્પિટલ ખસેડ્યો હતો.

અકસ્માતને નજરે જોનારા લોકોએ જણાવ્યું હતું કે કાર ચાલક દારૂ પીધેલી હાલતમાં હતો જોકે, કાર ચાલક લોકોના ટોળાનો રોષ બને તે પહેલાં જ ફરાર થઈ ગયો હતો. અકસ્માતથી ઉશ્કેરાયલા રાહદારીઓએ કારના કાચ ફોડ્યા હતા. એક તરફ રાજ્યમાં નવો મોટર વ્હિકલ એક્ટ અમલમાં થવા જઈ રહ્યો છે તો બીજી તરફ અવારનવાર બેજવાબદાર ડ્રાઇવિંગનો ભોગ નિર્દોષો બને છે ત્યારે આવા કિસ્સામાં કડક કાર્યવાહી થાય તે અનિવાર્ય છે.

Previous articleકેવડિયાની એકતા નગરીના તમામ પ્રોજેક્ટ સોલાર સિસ્ટમથી ચાલશે
Next articleઅલ્પેશ માટે કપરા ચઢાણઃ ઠાકોર સેના અપક્ષ ઉમેદવારી કરી  મગનજી ઠાકોરને ટેકો આપશે