વડાપ્રધાન મોદીના જન્મદિને રાજ્યમાં ૨૫,૨૫૨ મા કાર્ડ, ૪૬,૬૫૧ આયુષ્યમાન ભારત કાર્ડનું વિતરણ

450

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસે રાજ્યભરના ૧૫,૦૧૦ જેટલા સ્વામી વિવેકાનંદ યુવાકેન્દ્રોના યુવાઓએ ’સેવા હી પરમો ધર્મ સૂત્ર’ સાથે ઉજવી ને ૨૫,૨૫૨ માં કાર્ડ અને ૪૬,૬૫૧ આયુષ્યમાન ભારત કાર્ડ વિતરણ દ્વારા ૭૧,૯૦૩ ગરીબ જરૂરતમંદ વ્યક્તિઓ પરિવારોને વિના મૂલ્યે આરોગ્ય સેવાઓ મળે તે માટેનો એક નવો રાહ ચિંધ્યો છે. એટલુંજ નહિ જીવન બાદ પણ જીવન ની સંકલ્પના સાકાર કરવા અંગ દાન માટે લોકોને પ્રેરિત કરી નેત્રદાન, અંગ દાન દેહ દાન માટેના ૨૪,૩૬૧ સંકલ્પ પત્રો પણ મેળવ્યા છે. મા અને આયુષ્યમાન ભારત યોજનાના કાર્ડ વિતરણ ની સંખ્યામાં મુખ્યત્વે જિલ્લાઓની વિગતો જોઈએ તો સૌથી વધુ લાભાર્થીઓ બનાસકાંઠામાં આવરી લેવાયા છે. આ જિલ્લામા ૨,૨૦૨ મા કાર્ડ અને ૨,૬૯૫ આયુષ્યમાન ભારત કાર્ડ વિતરણ કરાયા છે.

સાબરકાંઠામાં આ સંખ્યા અનુક્રમે ૧,૧૧૦ અને ૧,૪૫૦ ની તેમજ રાજકોટમાં ૨,૦૯૯ મા કાર્ડ અને ૨,૮૩૩ અંગદાન સંકલ્પ પત્રો થયા છે.  ખેડા જિલ્લામાં વિવેકાનંદ યુવા કેન્દ્રોના યુવાઓ એ ૨,૧૫૯ માં કાર્ડ અને ૨,૯૩૫ આયુષ્યમાન ભારત કાર્ડ વિતરણ કર્યાં છે. ભાવનગર માં ૧,૪૦૨ મા કાર્ડ અને ૧,૧૧૨ આયુષ્યમાન ભારત કાર્ડ તેમજ સુરેન્દ્રનગરમાં આ સંખ્યા ૧,૭૮૮ અને ૩,૦૪૨ ની રહી છે મુખ્યમંત્રી રૂપાણીએ ઝૉનલ કેન્દ્રોના યુવા સંયોજકો સાથે બેઠક યોજીને તેમના આ અભિનવ સેવા કાર્યને બિરદાવ્યું હતું. મુખ્મંત્રી વિજય રૂપાણીની પ્રેરણા અને માર્ગદર્શનથી ગુજરાત રાજ્ય યુવક બોર્ડના માધ્યમ દ્વારા યુવા શક્તિને રચનાત્મક માર્ગે વાળી આવતીકાલના સક્ષમ રાષ્ટ્રના ઘડતરનો આધાર બનાવવા રાજ્યના ૩૩ જિલ્લામાં સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્રોની રચના કરવામાં આવી છે. રાજ્યભરમાં આવા ૧૫,૦૧૦ સક્રિય યુવા કેન્દ્રો કાર્યરત છે.  યુવા કેન્દ્રની બહુવિધ પ્રવૃત્તિ અંતર્ગત સરકારની યોજનાઓની માહિતી છેવાડાના માનવી સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. આ યુવા કેન્દ્રોના યુવાઓ આવનારા દિવસોમાં સૌર ઊર્જાના મહત્તમ ઉપયોગ માટેની સોલાર રુફ્ટૉપ યોજનાના વ્યાપક પ્રસાર સહિત પોષણ અભિયાન અને લોકો ના પ્રશ્નોના ઘર આંગણે નિવારણ ના ઉપક્રમ સેવાસેતુ જેવા મહત્વપૂર્ણ કાર્યક્રમમાં યોગદાન આપવાના છે.

Previous articleઅલ્પેશ માટે કપરા ચઢાણઃ ઠાકોર સેના અપક્ષ ઉમેદવારી કરી  મગનજી ઠાકોરને ટેકો આપશે
Next articleનહેરુએ યુદ્ધવિરામ ન કર્યું હોત તો પોકનું અસ્તિત્વ ન રહ્યું હોત : શાહ