ચિન્મયાનંદ પર રેપનો આક્ષેપ કરનાર પીડિતાની ધરપકડ થશે

369

ઉત્તરપ્રદેશના શાહજહાંપુર જેલ મોકલી દેવામાં આવેલા પૂર્વ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા સ્વામી ચિન્મયાનંદ પર દુષ્કર્મ અને બ્લેકમેઇલિંગનો આક્ષેપ કરનાર લોની વિદ્યાર્થીનીની પણ ટૂંકમાં ધરપકડ કરવામાં આવી શકે છે. આ મામલામાં તપાસ કરી રહેલી એસઆઈટીના સુત્રોએ આ અંગેની માહિતી આપી છે. પીડિતા ઉપર પણ બળજબરીપૂર્વક નાણા વસુલ કરવાના કાવતરામાં સામેલ હોવાનો આક્ષેપ થઇ રહ્યો છે. પીડિતાના ત્રણ સાથીઓને પોલીસ પહેલાથી જ પકડી ચુકી છે. ચિન્મયાનંદ પાસેથી બળજબરીપૂર્વક નાણા વસુલ કરવા માટે પીડિતાના મિત્ર સંજયસિંહ, સચિન અને વિક્રમને પકડી લેવામાં આવ્યા છે. પૂર્વ કેન્દ્રીયમંત્રીને આ લોકોએ ફોન કર્યા હતા અને આમા પીડિતા પણ સામેલ હોવાનું જાણવા મળ્યું છે. ચિન્મયાનંદની ધરપકડ અને તેમને જેલ ભેગા કરવાના કલાકો બાદ જ આ ત્રણેયની ધરપકડ કરી લેવામાં આવી હતી. એસઆઈટી તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે.  તપાસમાં એવી વિગત ખુલીને સપાટી પર આવી છે કે પિડિત વિદ્યાર્થીનીએ ચિનમ્યાનંદ સ્વામીને ૨૦૦ વખત ફોન કર્યા હતા. આ સમાચાર સપાટી પર આવી ગયા બાદ રેપ પિડિતાની પણ મુશ્કેલી વધી શકે છે.  તપાસમાં આ બાબત નિકળીને આવી છે કે વિદ્યાર્થીનિ અને ચિન્મયાનંદ વચ્ચે જાન્યુઆરી ૨૦૧૯થી લઇને ઓગષ્ટ વચ્ચે ૨૦૦ વખત ફોન પર વાતચીત થઇ ચુકી છે. ગઇકાલે શુક્રવારના દિવસે  પિડિતા તરફથી વિડિયો જારી કરવામાં આવ્યા બાદથી તેમની ધરપકડ કરવાની માંગ ઉઠી રહી હતી.ે એસઆઇટી દ્વારા પહેલા તેમના તમામ મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યા  હતા. ત્યારબાદ હવે ધરપકડ કરી લેવામાં આવી હતી.  બુધવારના દિવસે ચિન્મયાનંદની તબિયત ખરાબ થઇ ગયા બાદ તેમને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

 

Previous articleઅલકાયદાના આતંકવાદી કલીમુદ્દીનની ધરપકડ થઇ
Next articleઉર્જા ક્ષેત્રના સીઈઓ સાથે મોદીની મિટિંગ : LNG અંગે મોટા કરાર