પાલિતાના આદપુર ગામે તળાવમાં ડુબી જતા બેના મોત

613

ભાવનગર  જિલ્લાના પાલિતાણા તાલુકાના આદપુર ગામે તળાવમાં ન્હાવા પડેલા ચાર મિત્રોમાંથી બેના ડુબી જતાં મોત નિપજયા હતાં.  બનાવની મળતી વિગતો મુજબ ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના આદપુર ગામે આવેલ પાનવાડ તળાવમાં આજે રવિવારે ન્હાવા પડેલા ચાર મિત્રો પૈકી જીતેષગીરી શ્રવણગીરી ગોસ્વામી (ઉ.વ.ર૦) અને ચિરાગ નીમભાઈ મકવાણા (ઉ.વ.૧૯)ના પાણીમાં ડુબી જતાં મોત નિપજયા હતાં. જયારે બે મિત્રોનો બચાવ થયો હતો.

બનાવની જાણ થતાં જ ગ્રામજનો બનાવ સ્થળે દોડી ગયા હતાં. પાલિતાણાના રૂરલ પોલીસ સ્ટેશનના જમાદાર ભરતસિંહ ખુમાણ બનાવ સ્થળે દોડી ગયા હતાં અને તપાસ હાથ ધરી હતી. આ બનાવથી પાલિતાણા પંથકમાં શોકની લાગણી ફેલાઈ હતી.

Previous articleઅરેબિયન દરિયામાં ડિપ્રેશનની સ્થિતિ : ચક્રવાતી તોફાન આવશે
Next articleભાવનગર શહેર જુદી-જુદી ત્રણ આગના બનાવો