ભાવનગર શહેર જુદી-જુદી ત્રણ આગના બનાવો

455

ભાવનગર શહેરમાં આજે આગના ત્રણ બનાવ બનવા પામ્યા હતાં. પ્રથમ બનાવ આજે સવારે વરતેજ ખાતે સરકારી હોસ્પિટલની બાજુમાં રાખેલ બાયો મેડીકલના કચરામાં આગ લાગી હતી. જેમાં આગનું કારણ થતા નુકસાની જાણવા મળેલ નથી. જયારે બીજા બનાવમાં શહેરમાં આવેલ સાઢીયાવાડ, જોગીવાડની ટાંકી પાસે ઝેન કાર કોઈ અગમ્ય કારણસર સળગી ઉઠતા ફાયર બ્રિગેડના કાફલોએ અડધી ગાડી પાણીનો છંટકાવ કરી આગ કાબુમાં લીધી હતી. આ ગાડી નં. જી.જે.૧૬ કે ૧૦૪ અચાકન આગ લગવા પામી હતી.ગાડીમાં માલિક મુસ્તુફા હમીદાણીએ ફાયર બ્રિગેડને જણાવ્યું હતું આ ઘટનાના પગલે લોકોના ટોળે-ટોળો ઉમટી પડ્યા હતાં. આ બનાવ આગનું કારણ જાણવા મળ્યું નથી. જયારે ત્રીજા બનાવમાં ભાવનગરના ભુતના લિમડા પાસે આવેલ રહેણાંકી મકાનના ત્રીજા માળે વિકરાળ આગ લાગી હતી. આ આગની જાણ થતા ફાયર કાફલો ઘટના સ્થળે  જઈ આગ બુજાવી નાખી હતી. અને આગમાં ઘરમાં ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી. આગનું કારણ થતા નુકસાની જાણવા મળેલ નથી.

Previous articleપાલિતાના આદપુર ગામે તળાવમાં ડુબી જતા બેના મોત
Next articleભાવનગર સહિત ૪  જિલ્લામાં હદપાર થયેલ ઈસમ ઝડપી પાડતી પોલીસ