માણસા ખાતે ગુજરાત સ્કાઉટ ગાઇડ સંઘની ૨૭મી રાજય રેલીનું ઉદઘાટન અને વેબસાઇટનું લોન્ચીંગ

1132
gandhi1032018-5.jpg

ગુજરાત રાજય ભારત સ્કાઉટ ગાઇડ સંઘની ૨૭મી રાજયરેલી અને સ્કાઉટ- ગાઇડ સંઘની વેબસાઇટનું લોંચીગ કર્યા બાદ ગુજરાતના રાજયપાલ ઓ.પી.કોહલીએ જણાવ્યું હતું કે, બાળકોમાં શિસ્ત, સંસ્કાર, પ્રામાણિકતા, સેવાભાવ, આત્મ વિશ્વાસ અને રાષ્ટ્રસેવાના ગુણોનું સર્જન થાય તે માટે સ્કાઉટ-ગાઇડ સંઘ સંકલ્પબદ્ધ છે. માનવ સેવાના મંત્રને સ્કાઉટ-ગાઇડ પ્રેરિત કરે છે. સમાજની ઉન્નતિ અને પરસ્પર જ્ઞાન, અનુભવ તથા કૌશલ્ય પ્રાપ્ત કરી યુવાનો દેશના આદર્શ નાગરિક બને અને સમાજસેવાના કાર્યોમાં પોતાનું નોંધપાત્ર યોગદાન આપે તેવી અપીલ રાજયપાલે કરી હતી. ભારત સ્કાઉટ ગાઇડ સંઘ રાષ્ટ્રભાવના અને સમાજ સેવા માટે પ્રતિબદ્ધ છે, તેમ રાજયપાલે જણાવ્યું હતું. 
રાજયપાલના હસ્તે ગુજરાત રાજય ભારત સ્કાઉટ ગાઇડ સંઘની ઓફિસીયલ વેબસાઇટનું લોન્ચીંગ કરવામાં હતું. માણસાના પૂર્વ ધારાસભ્ય અમીતભાઇ ચૌધરી અને ગુજરાતના સ્કાઉટ ગાઇડ સંઘના મુખ્ય ચીફ કમિશનર જનાર્દન પંડયાએ રાજયપાલને સ્મૃતિ ચિન્હ અર્પણ કરી સન્માન કર્યું હતું. 
રાજયરેલીના કો-ઓર્ડિનેટર દિનેશભાઇ વ્યાસ અને સ્ટેટ સેક્રેટરી મનિષકુમાર મહેતાએ ગુજરાત સ્કાઉટ-ગાઇડ સંઘ દ્વારા બાળકોના સર્વાંગી વિકાસની પ્રવૃત્તિએ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. ઓ.પી.કોહલીએ માણસા ખાતે તા.૮ થી તા. ૧૧ માર્ચ દરમિયાન ગુજરાત રાજય ભારત સ્કાઉટ ગાઇડ સંઘ દ્વારા હાથ ધરેલ વિવિધ પ્રેરણાદાયી પ્રવૃત્તિઓ નિહાળી હતી. 
આ પ્રસંગે લો કમિશન ઓફ ઇન્ડિયાના સભ્ય અભયભાઇ ભારદ્વાજ, સંઘના ઉપાધ્યક્ષ દિલીપભાઇ ચૌધરી, ગુજરાત સાહિત્ય અકાદમીના ચેરમેન પંકજભાઇ ભટ્ટ, ગુજરાત પોલીસ આવાસ નિગમના ચેરમેન ડી.ડી.પટેલ, જિલ્લા કલેકટર સતીશ પટેલ સહિત રાજય ભરમાંથી એક હજાર જેટલા સ્કાઉટ-ગાઈડ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે રાજયના જિલ્લાઓમાંથી આવેલા બાળકોને સ્વચ્છ ભારત અભિયાન, બેટી બચાવો, કન્યા કેળવણી, નિર્મળ ગુજરાત, શ્રવણ તીર્થ દર્શન યોજના, મેક ઇન ઇન્ડિયા, ડીજીટલ ઇન્ડિયા, સર્વ શિક્ષા અભિયાન જેવા રાજય સરકારના કાર્યક્રમોથી માહિતગાર કરવામાં આવ્યા હતા. 

Previous articleસે-ર૧માં વિજળીની ડીપીમાં આગ
Next articleધારાસભામાં રાજુલાના વિવિધ પ્રશ્નોની રજુઆત કરતા ધારાસભ્ય અંબરીશ ડેર