મેચ ફિક્સિંગ જેવી વસ્તુ એકવાર ફરી ભારતીય ક્રિકેટમાં ઘુસણખોરી કરી રહી છે, તેવામાં દિગ્ગજ બેટ્સમેન સુનીલ ગાવસ્કરે કહ્યું કે, લાલચની કોઈ દવા નથી. હાલમાં તમિલનાડુ પ્રીમિયર લીગ (ટીએનપીએલ) અને કર્ણાટક પ્રીમિયર લીગમા મેચ ફિક્સિંગની વાત સામે આવી હતી.
ગાવસ્કરએ જણાવ્યું છે, ’લાલચ એવી વસ્તુ છે જેને શિક્ષા, માર્ગદર્શન, સેમીનાર કે ભ્રષ્ટાચાર વિરોધી અધિકારી ન સુધારી શકે. સર્વશ્રેષ્ઠ સમાજ, સૌથી વધુ વિકસિત સમાજમાં પણ ગુનેગાર હોય છે. ક્રિકેટમાં પણ તમારી પાસે અલગ પ્રકારના લોકો હોય છે જે લાલચમાં આવી જાય છે. તેના અલગ કારણ હોઈ શકે છે જેના કારણે લોકો તે વાતમાં આવી જાય છે. હું સમજી શકું છું કે તમે તેને નિયંત્રિત ન કરી શકો.’
ગાવસ્કરે પરંતુ કહ્યું કે, હવે ટેકનિલના માધ્યમથી તે વાતની ખાતરી કરાય છે કે આવા લોકો બચી ન શકે. તેમણે કહ્યું, ’હું તે સ્થિતિને સમજી શકુ છું જ્યાં ખેલાડી વિચારે છે કે, તે આનાથી બચી જશે, પરંતુ તમે ન બચી શકો કારણ કે ટીવી પર દેખાડવામાં આવી રહ્યું છે, દરેક નાની વસ્તુ દેખાઈ રહી છે. તમે કંઇ ખોટુ કરશો તો પકડાઇ જશો.