આગામી વર્ષે યોજાનાર ટી-૨૦ વર્લ્ડ કપ પર નજરો ટાંકીને બેસેલ ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે, તે ભારતીય ખેલાડીઓને નિર્ભીક એકમમાં ઢાળવા માટે જોખમ ઉઠાવવા માટે તૈયાર છે. અહિંયાના મેદાનને લક્ષ્યનો પીછો કરવા માટે ટીમની અનુકૂળ માનવામાં આવે છે. તે છતા ભારતીય કેપ્ટનનો પહેલા બેટિંગ કરવાનો નિર્ણય આશ્ચર્યભર્યો હતો અને ટીમને તેનુ નુક્સાન પણ થયુ, પરંતુ કોહલીએ કહ્યું કે, સર્વશ્રેષ્ઠ સંયોજન શોધવા માટે તેમને જોખમ તો ઉઠાવવું જ પડશે. કોહલીએ રવિવારે એકતરફી મુકાબલામાં દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ ટીમની નવ વિકેટની હાર બાદ કહ્યું,’આપણે જોખમ ઉઠાવવું પડશે, જ્યારે તમે ક્રિકેટ મેચ જીતવા માંગતા હોય તો તમારે જોખમ લેવું જ પડશે. જ્યાં સુધી તમે રમવાનું નક્કી ના કરો ત્યાં સુધી કંઇ નક્કી કહી શકાય નહી.’કોહલીએ કહ્યું,’મને લાગે છે કે, જો આપણે અનુકૂળ સ્થિતિમાં અને વધારે બહાર આવીને રમીશું તો આપણે તેનાથી ડરીશુ નહી કે ટોસના સમયે શું થયું. અમારો સામાન્ય વિચાર જ એ છે કે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ કે ટોસ દરમિયાન શું થયું અને તેને ટીમ સ્વરૂપે સમીકરણથી બહાર કરી દઇએ.’