ડુંગળીની સ્ટોક મર્યાદા નક્કી કરવા સરકાર પૂર્ણ ઇચ્છુક છે

343

પાટનગર દિલ્હી સહિત દેશના અન્ય હિસ્સામાં ડુંગળીના રીટેલ ભાવ ૭૦થી ૮૦ રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી જતા ખળભળાટ મચી ગયો છે. સામાન્ય લોકો ડુંગળીના ઉંચા ભાવના કારણે પરેશાન થયેલા છે. આવી સ્થિતીમાં કેન્દ્ર સરકાર હવે ડુંગળીના વેપારીઓના ભંડારણની સમય મર્યાદા નક્કી કરવા માટે વિચારણા કરી રહી છે. સુત્રોના કહેવા મુજબ મુખ્ય ડુંગળી ઉત્પાદક રાજ્યોમાં મોનસુનની સિઝનમાં ભારે વરસાદના કારણે ડુગંળીના પુરવઠાને માઠી અસર થઇ છે. જેના કારણે કિંમતોમાં રોકેટ ઉછાળો આવ્યો છે. ઉપભોક્તા મામલાના મંત્રાલયના આંકડા મુજબ દિલ્હીમાં છેલ્લા સપ્તાહમાં ડુંગળીની છુટક કિંમત ૫૭ રૂપિયા પ્રતિ કિલો રહી હતી. જ્યારે મુંબઇમાં આ કિંમત ૫૬, કોલકત્તામાં ૪૯ અને જમ્મુમાં કિંમત ૬૦ રૂપિયા રહી હતી. જો કે છેલ્લા સપ્તાહના અંત સુધીમાં ડુંગળીની છુટક કિંમત ૮૦ રૂપિયા સુધી પહોંચી જતા લોકો પરેશાન થઇ ગયા છે. કેન્દ્ર સરકારે પણ વધતા જતા ભાવની ગંભીર નોંધ લીધી છે. ડુંગળીના પુરવઠાને વધારી દેવા માટે વિવિધ પગલા લેવામાં આવ્યા છે. છતાં ડુંગળીની કિંમતમાં વધારો થવાનો સિલસિલો જારી રહ્યો છે. સરકારે છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન સ્થાનિક પુરવઠાને વધારી દેવા માટે વિવિધ પગલા લીધા છે. કિંમતો પર અંકુશ મુકવા માટે કેટલાક અન્ય પગલા લીધા છે. જો કે છેલ્લા બે ત્રણ દિવસ દરમિયાન અતિ ભારે વરસાદના કારણે પુરવઠો ખોરવાઇ ગયો છે. સરકાર ડુંગળીની કિંમતમાં થતો વધારો રોકવા માટે જુદા જુદા પગલા લેવામાં આવી રહ્યા છે. સુત્રોએ ખાતરી આપતા કહ્યુ છે કે પુરવઠામાં અડચણો મર્યાદિત સમય માટે રહેલી છે. જો આગામી બે ત્રણ દિવસ દરમિયાન સ્થિતી જો સામાન્ય બનશે નહીં તો સરકાર માટે વધારે મુશ્કેલી સર્જાઇ જશે. હાલમાં સ્થિતીને હળવી કરવા માટે ુ જુદા જુદા પગલા લેવામાં આવી રહ્યા છે.

Previous articleટીમની હારથી ખુશ થયો કોહલી..?!! કહ્યુંઃ બેટિંગનો નિર્ણય જાણી જોઇને લીધો’તો 
Next articleટેક્સ રેટમાં કાપ : બજારમાં ૧૧ ટકાનો ઉછાળો આવશે