કોર્પોરેટ ટેક્સ રેટમાં ઉલ્લેખનીયરીતે ઘટાડો કરવામાં આવ્યા બાદ શેરબજારમાં દિવાળી જેવો માહોલ સર્જાઈ ગયો છે. જાણકાર લોકો માની રહ્યા છેકે, ટેક્સમાં ઘટાડો કરવામાં આવ્યા બાદ ડિસેમ્બર સુધી શેરબજારમાં ૧૧ ટકા સુધીનો ઉછાળો આવી શકે છે. ટેક્સ ઘટી જવાના લીધે કંપનીઓના પ્રોફિટ ગ્રોથમાં વધારો થશે જેના લીધે ડિમાંડ અને ગ્રોથમાં પણ વધારો થવાની શક્યતા છે. ૧.૪૫ લાખ કરોડ રૂપિયાના પેકેજથી લાર્જ કેપ બેંકિંગ, કન્ઝ્યુમર અને સિમેન્ટ કંપનીઓને વધુ ફાયદો થનાર છે. સર્વેમાં સામેલ કરવામાં આવેલા ૭૯ ટકા લોકો માની રહ્યા છે કે, શેરબજારમાં સૌથી ખરાબ તબક્કો પૂર્ણ થઇ ચુક્યો છે અને હવે દિવાળી સુધી તેજીનો માહોલ રહેશે. ૨૩ ફંડ મેનેજરો અને નિષ્ણાતોએ કહ્યું છે કે, નિફ્ટી ૧૨૦૦૦ અને ૧૨૫૦૦ વચ્ચે રહેશે. શુક્રવારના દિવસે તેજી રહ્યા બાદ નિફ્ટી અને સેંસેક્સમાં ૨૦૧૯માં સંપૂર્ણપણે નુકસાન ખતમ થઇ ચુક્યું છે. હવે આ બંને ૩-૪ ટકા મજબૂત દેખાઈ રહ્યા છે. ટેક્સ ઓછા રહેવાના લીધે કંપનીઓના પ્રોફિટમાં વધારો થશે. આનાથી ડિમાંડ અને ગ્રોથમાં પણ વધારો થશે. ૨૩ ફંડ મેનેજરો અને બ્રોકરેજ રિસર્ચ વચ્ચે સર્વેમાં આ મુજબની બાબત સપાટી ઉપર આવી છે. તેમનું કહેવું છે કે, ૧.૪૫ લાખ કરોડ રૂપિયાના પેકેજથી ખુબ ફાયદો થનાર છે. આઈસીઆઈસીઆઈ બેંક, એક્સિસ બેંક, એચડીએફસી બેંક, એસીસી, બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રી સામેલ છે. સર્વેમાં સામેલ ૭૯ ટકા કંપનીઓનું કહેવું છે કે, શેરબજારમાં સૌથી ખરાબ તબક્કો પૂર્ણ થઇ ચુક્યો છે. શુક્રવારના દિવસે કોર્પોરેટ ટેક્સ ઉલ્લેખનીય રીતે ઘટાડી દેવામાં આવ્યો હતો જેના લીધે એક દશકના ગાળામાં સૌથી મોટો ઉછાળો સેંસેક્સમાં નોંધાયો હતો. સર્વેમાં સામેલ લોકોનું કહેવું છે કે, નિફ્ટી વર્ષના અંત સુધી ૧૨૫૦૦-૧૩૦૦૦ સુધી જઇ શકે છે. જ્યારે ૧૭ ટકા લોકોએ નિફ્ટી ૧૧૫૦૦ સુધી પહોંચી શકે છે. ઇડલવાઇઝ ગ્રુપના ચેરમેન અને સીઈઓનું કહેવું છે કે, કંપનીઓના પ્રોફિટ ગ્રોથમાં વધારો થશે. અમેરિકા અને ચીનના ટ્રેડ વોરને લઇને કારોબારીઓ પર માઠી અસર થઇ હતી. ગયા વર્ષે જાન્યુઆરીથી લઇને હજુ સુધી મિડ અને સ્મોલકેપ શેરમાં ૫૦ ટકા સુધીનો ઘટાડો આવ્યો હતો. માત્ર પસંદગીના બ્લુચીપ શેરોમાં જ સેંસેક્સ અને નિફ્ટીમાં સારો દેખાવ રહ્યો હતો. નિફ્ટીમાં ગુરુવારના દિવસે ઘટાડો થયો હતો. ફંડ મેનેજરોની પસંદ લાર્જકેપ શેર રહ્યા છે. ૫૩ ટકા લોકોનું કહેવું છે કે, તેઓ મિડકેપના બદલે લાર્જકેપમાં રોકાણ કરવાનું પસંદ કરે છે. બેંક, કન્ઝ્યુમર, સિમેન્ટ, ઓટો અને કેપિટલ ગુડ્ઝ કંપનીઓના શેર તેમને પસંદ છે. મોતીલાલ ઓસ્વાલ ઇન્સ્ટીટ્યુશનલ ઇક્વિટીના સીઈઓનું કહેવું છે કે, સરકાર અર્થવ્યવસ્થાને લઇને મજબૂત દેખાઈ રહી છે. કોર્પોરેટ સેક્ટરને ૨૦ અબજ ડોલરનું પેકેજ અપાયું છે.