એક કાર્યક્રમમાં ભારતીય માર્ગ અને પરિવહન મંત્રી નિતિન ગડકરીએ દેશના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગની સાથે સાથે દેશની આર્થિક પરિસ્થિતિ પર પણ ચર્ચા કરી. નિતિન ગડકરીએ બગડતી અર્થવ્યવસ્થા અને ઘણાં સેક્ટરોમાં આવેલી મંદી વિશે કહ્યું, મંદી એક સામાન્ય પ્રક્રિયા છે. જે વૈશ્વિક અર્થવ્યવસ્થા, પ્રોડક્ટની માંગ અને પુરવઠાની સાથે વૈશ્વિક નીતિઓ પર પણ આધાર રાખે છે.
નિતિન ગડકરીએ કહ્યું, અમને લાગે છે કે, જે રીતની નીતિ અપનાવીને અમે રોકાણ અને રોકાણકારોને પ્રોત્સાહન આપી રહ્યા છે, ભવિષ્યમાં અમારું લક્ષ્ય જે દેશને ૫ ટ્રિલિયન ઇકોનોમી બનાવવાનું છે, તે પૂરુ થશે. નવી રોજગારીની તકો ઊભી થશે અને સાથે જ ય્ડ્ઢઁમાં પણ વધારો થશે.
નિતિન ગડકરીએ કહ્યું, તમે કોઈપણ દેશનો વિકાસ દર કાઢીને જોઈ લો. ચીનનો કેટલો છે. અમેરિકાનો કેટલો છે. આ દેશોની તુલનામાં આપણા દેશનો વિકાસ દર સારો છે. આપણે સૌથી ઝડપે આગળ વધી રહેલી અર્થવ્યવસ્થા છે.
તે કહે છે, જીવનમાં ઉતાર-ચઢાવ આવ્યા કરે છે. ક્યારેક જીત થાય તો ક્યારે હાર. અમે પણ ઘણી ચૂંટણી હારીએ છીએ તો ક્યારેક જીતીએ છીએ. તેવી જ રીતે અર્થવ્યવસ્થામાં પણ સંઘર્ષ છે. અમારી વિચારધારામાં જ રોજગારી ઊભી કરવાનું સામેલ છે. ગરીબી હટાવવા માટે પણ રોકાણ ખૂબ જ જરૂરી છે. વિદેશી રોકાણ માટે પણ અમે સતત પ્રયાસો કરી રહ્યા છે.