કહેવત છે કે રામ રાખે તેને કોણ ચાખેપ અને આ કહેવત ડાંગ સાપુતારામાં સેલ્ફી લેવા ગયેલી મહિલાને અચૂકથી લાગુ પડે છે. દુનિયાભરના લોકો સેલ્ફી લેવા માટે અવનવા ગતકડા કરતાં હોય છે. સેલ્ફીની શોખીન આ મહિલા ડાંગના સાપુતારા પર્વતના સૌથી ઉંચા પોંઈન્ટ પર સેલ્ફી લેવા ગઈ અને ઉંડી ખીણમાં ખાબકી.સાપુતારાના સૌથી ઉંચા સનરાઈઝ ડુંગર પર સેલ્ફી લેવાના ચક્કરમાં એક મહિલા ૨૦૦ ફુટ ઊંડી ખીણમાં ખાબકતા ગંભીર ઈજા પહોંચી છે. સદનસીબે મહિલા ખીણની ઝાડીમાં ફસાઈ જવાથી અધવચ્ચે જ અટકી પડી હતી અને મોટી દુર્ઘટના ટળી હતી. મહિલા ખીણમાં ખાબકી હોવાની જાણ મળતા આસપાસના યુવાનો ખીણમાં ઉતરી મહિલાને સારવાર અર્થે દવાખાને ખસેડવામાં આવી હતી. મળતી માહિતી મુજબ આ મહિલા નાસિકથી સાપુતારા ફરવા આવી હતી.