દેશમાં હાલ મંદીનો સમય ચાલી રહ્યો છે, ત્યારે સુરતના હીરા ઉદ્યોગ પર મંદીનો મોહાલ જોવા મળી રહ્યો છે. આ મંદીએ વધુ એક રત્નકલાકારનો ભોગ લીધો છે. નોકરી છૂટી જતાં કાપોદ્રાનાં રત્ન કલાકારે ઝેર પી લીધું હતું. જેનું સારવાર બાદ મોત થયું છે.
કાપોદ્રાના યોગીચોક સ્થિત પંચવટી સોસાયટીમાં રહેતા ૩૦ વર્ષીય રાજુ નટુ બેનીએ શનિવારે ઝેર ગટગટાવ્યું હતું, ત્યારબાદ વિસ્તારના કેનાલ રોડ પર જઈ સંબંધીને ફોન કર્યો હતો. જે બાદ સંબંધી સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં સારવાર બાદ તેનું મોત નિપજ્યું હતું. આર્થિક સંકડામણ અનુભવતા રત્નકલાકારે આખરે અંતિમ પગલું ભરી મોતને વ્હાલું કર્યુંમૃતક હીરાના વ્યવસાય સાથે સંકળાયેલો હતો. જેની નોકરી છૂટી ગઈ હતી. જેથી તે આર્થિક સંકડામણ અનુભવી રહ્યો હતો. આ માટે જ યુવકે આખરે અંતિમ પગલું ભરી મોતને વ્હાલું કર્યું હતું. સમગ્ર ઘટના અંગે સરથાણા પોલીસે તપાસ હાથ ધરી છે.