કોઠારીયા રોડ પર રહેતો રજપૂત યુવાન લગ્નના નામે છેતરાયો હોવાની ઘટના સામે આવી છે. એક દલાલ મારફત વડોદરાની યુવતી સાથે ૧ લાખ રોકડા ચૂકવી લગ્ન કરનાર આ યુવાન સાથે યુવતી ૧૪ દિવસ રોકાઈ હતી. જે બાદ બહેનપણીના સીમંતનાં નામે વડોદરા ગયા બાદ પાછી જ ન આવતાં યુવકનાં માતાએ લગ્ન કરાવી આપનાર વચેટીયાને ફોન કરતાં યુવતી ઘરે ન હોવાની અને હરિદ્વાર ગયાની ખોટી વાતો કરી હતી. અંતે છેતરાઇ ગયાની ખબર પડતાં સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
યુવકના માતાની ફરિયાદના આધારે પોલીસે વડોદરાનાં વિજય, દિપક ઉર્ફ પ્રદિપ, પાયલ અને પાયલની માતા ગાયત્રીબેન સામે ગુનો નોંધ્યો છે. જ્યોત્સનાબેને ફરિયાદમાં જણાવ્યું છે કે આજથી બે મહિના પહેલા અમને વડોદરાની સમર્પણ સોસાયટી રહેતી એક પાયલ નામની છોકરી દિપક ઉર્ફ પ્રદિપે બતાવી હતી. જ્યાં એક મહિલા હતી. વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે પુત્રવધુ અમારા ઘરે સાત દિવસ પાયલ રોકાઇ હતી. એ પછી પાયલે ’મારા દાદા આઇસીયુમાં છે, મને વડોદરા મુકી જાવ’ તેમ કહેતાં અમે વડોદરા મુકી આવ્યા હતાં. ત્યાં તે દસેક દિવસ રોકાઇ હતી અને ફરીથી અમારા ઘરે આવી હતી. જ્યારે બીજી વખત એમ કીધુ હતું કે પાયલ બીજા રૂમમાં બેઠી છે પછી ફોન કરજો. આમ દોઢેક મહિના સુધી ગોળ-ગોળ જવાબો અપાયા હતાં.
એ પછી અમને ખબર પડી હતી કે લગ્નના નામે આમારી સાથે છેતરપીંડી થઇ છે. હાલ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.