૨૦૨૧માં વસતી ગણતરી મોબાઇલ એપથી થશે : શાહ

367

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોમવારે દિલ્હીમાં વસ્તી ગણતરીના મકાનનો શિલાન્યાસ કર્યો. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે વસ્તી ગણતરીની આખી ઇમારત ગ્રીન બિલ્ડિંગ હશે. ભારતમાં ગ્રીન બિલ્ડિંગનો કોન્સેપ્ટ અપનાવવાની જરૂર છે. અમિત શાહે જણાવ્યું હતું કે પ્રથમ વસ્તી ગણતરી ૧૮૬૫માં કરવામાં આવી હતી અને ત્યારબાદ હવે ૧૬મી વસ્તી ગણતરી કરવામાં આવી રહી છે. આજે વસ્તી ગણતરી ઘણા ફેરફારો અને નવી પદ્ધતિઓ પછી ડિજિટલ થઈ રહી છે. ૨૦૨૧માં યોજાનારી વસ્તી ગણતરીમાં અમે મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ પણ કરીશું. જનગણનામાં આ વખતે સરકાર ૧૨ હજાર કરોડ રૂપિયાનો ખર્ચો કરવા જઇ રહી છે.ગૃહ મંત્રી અમિત શાહએ દેશમાં એક ઓળખ પત્રનો પ્રસ્તાવ આપ્યો છે. ગૃહ મંત્રી અનુસાર, આ ઓળખ પત્રમાં પાસપોર્ટ, આધાર અને મતદાન ઓળખકાર્ડ તમામ એક ઓળખપત્રમાં સામેલ થઈ જશે. અમિત શાહે દેશમાં તમામ કાર્યો માટે એક કાર્ડની વકાલત કરી.

ગૃહ મંત્રીએ કહ્યું કે, એક એવી સિસ્ટમ પણ હોવી જોઈએ, જેનાથી જો કોઈ વ્યક્તિનું મોત થઈ જાય છે તે ઑટોમેટિક તેની જાણકારી પૉપ્યુલેશન ડેટામાં અપડેટ થઈ જશે. ગૃહ મંત્રીએ કહ્યુ કે, એક એવું કાર્ડ ઈચ્છે છે જે તમામની જરૂરિયાત જેમ કે, આધાર, પાસપોર્ટ, બેંક એકાઉન્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ અને મતદાન ઓળખકાર્ડની જરુરિયાતને પૂરી કરે.

શાહે કહ્યું કે વસ્તી ગણતરીના ડિજિટલ ડેટાનો ઉપયોગ ઘણા પ્રકારના વિશ્લેષણ માટે કરી શકાય છે. વસ્તી ગણતરી દેશના સામાજિક પ્રવાહને ગોઠવવા, દેશના છેલ્લા વ્યક્તિના વિકાસ અને દેશના ભાવિ કાર્ય માટેનો આધાર છે. ગૃહ પ્રધાને કહ્યું કે, નરેન્દ્ર મોદી ૨૦૧૪માં દેશના વડા પ્રધાન બન્યા પછી આપણી વિચારવાની ક્ષમતામાં પરિવર્તન આવવાનું શરૂ થયું.

દેશને સમસ્યાઓથી મુક્ત કરવા માટે આ પ્રકારનું આયોજન ૨૦૧૪ પછી શરૂ થયું હતું. આનાથી વસ્તી ગણતરીના રજિસ્ટરનો સાચો ઉપયોગ કરવાની શરૂઆત થઈ.

 

Previous articleચિદમ્બરમને મળવા સોનિયા ગાંધી  તિહારની જેલ પહોંચ્યા
Next articleસરકાર આદેશ આપે તો POK ભારતમાં હશે : રાવત