સરકાર આદેશ આપે તો POK ભારતમાં હશે : રાવત

370

આતંકવાદી સંગઠન જૈશે મોહમ્મદે પાકિસ્તાન સ્થિત બાલાકોટમાં ભારતના હવાઈ હુમલા બાદ તબાહ થઇ ગયેલા પોતાના આતંકવાદી કેમ્પોને ફરી એકવાર સક્રિય કરી દીધા છે. આ આતંકવાદી કેમ્પોમાં મોટી સંખ્યામાં આતંકવાદીઓ ટ્રેનિંગ મેળવી રહ્યા છે. માહિતી મુજબ સેંકડોની સંખ્યામાં આતંકવાદીઓ ફરીથી સક્રિય થઇ ચુક્યા છે. સેનાના વડા પણ આ બાબતની કબૂલાત કરી ચુક્યા છે. મળેલી માહિતી મુજબ ૫૦૦થી વધુ આતંકવાદીઓ ફરી એકવાર સક્રિય બની ચુક્યા છે અને યોગ્ય પરિસ્થિતિનો લાભ લઇ ભારતમાં ઘુસણખોરી કરવા માટે તૈયાર છે. ભારતીય સેનાના વડા બિપીન રાવત પણ આ બાબતની કબૂલાત કરી ચુક્યા છે. આતંકવાદી સંગઠન જૈશે મોહમ્મદે પાકિસ્તાનમાં ફરીએકવાર કેમ્પો સક્રિય કર્યા છે. પુલવામામાં આત્મઘાતી હુમલામાં સીઆરપીએફના ૪૦ જવાનો શહીદ થયા હતા ત્યારબાદ ભારતે ફેબ્રુઆરી મહિનામાં જ બાલાકોટમાં ઘુસી જઇને જૈશના ત્રાસવાદી કેમ્પો ઉપર હવાઈ હુમલા કર્યા હતા. જમ્મુ કાશ્મીરને ખાસ દરજ્જો આપતી કલમ ૩૭૦ની નાબૂદી બાદ જૈશ પર ખુબ દબાણ દેખાઈ રહ્યું છે. ભારત ઉપર હુમલા કરવા તેના પર તીવ્ર દબાણ રહ્યું છે જેથી બાલાકોટ ટ્રેનિંગ કેમ્પમાં ફરી ગતિવિધિ શરૂ કરી દીધી છે. પાકિસ્તાનની સાથે મળીને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં ટ્રેનિંગ કેમ્પો અને લોંચપેડ સક્રિય કર્યા છે. બાલાકોટ કેમ્પમાં આતંકવાદીઓને જમ્મુ કાશ્મીર સહિત ભારતમાં આત્મઘાતી હુમલા કરવાની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. બાલાકોટ એરસ્ટ્રાઇક અને એફએટીએફ દ્વારા વધારી દેવામાં આવેલા દબાણ બાદ પાકિસ્તાનની ઇમરાન ખાન સરકારે અસ્થાયીરુપે જૈશે મોહમ્મદ અને લશ્કરે તોઇબા જેવા આતંકવાદી સંગઠનો ઉપર અંકુશ મુકી દીધા હતા પરંતુ જમ્મુ કાશ્મીરમાં કલમ ૩૭૦ને દૂર કરવામાં આવ્યા બાદ હવે લાગે છે કે, ઇમરાન ખાન સરકાર ત્રાસવાદ સામે કઠોર કાર્યવાહી કરી શકે છે. આતંકવાદી સંગઠનોને હવે ફરી એકવાર કામ કરવા માટે છુટછાટ આપવામાં આવી ચુકી છે. આતંકવાદી સંગઠન ઠંડીની શરૂઆત થાય તે પહેલા ઘુસણખોરી કરવાના બનતા તમામ પ્રયાસ કરી રહ્યા છે. પાકિસ્તાની સેના કવર ફાયરિંગ કરીને તેમને મદદ કરી રહી છે. આતંકવાદીઓ આગામી થોડાક મહિનામાં કાશ્મીર અને દેશના બીજા હિસ્સામાં મોટા હુમલાને અંજામ આપવા માટે કાવતરા ઘડી શકે છે. જૈશ લીડર મસુદ અઝહર ખુબ બિમારી છે જેથી તેના ભાઈ અબ્દુલ મુફ્તી રઉફ જૈશ પર સંપૂર્ણપણે અંકુશ ધરાવે છે. અસગરને પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ દ્વારા જમ્મુ કાશ્મીરમાં ઝડપથી સામાન્ય બની રહેલી સ્થિતિને ધ્યાનમાં લઇને ચિંતા વ્યક્ત કરીને હુમલા કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. સેના પ્રમુખ બિપીન રાવતનું કહેવું છે કે, કેમ્પો ફરી સક્રિય થયા છે જે દર્શાવે છે કે, તે વખતે હુમલામાં ત્રાસવાદીઓને ભારે નુકસાન થયું હતું. સેના પ્રમુખે એમ પણ કહ્યું છે કે, એરસ્ટ્રાઇક જેવા ફરી હુમલાને લઇને હાલ કોઇ વાત કરવા અમે ઇચ્છતા નથી.

Previous article૨૦૨૧માં વસતી ગણતરી મોબાઇલ એપથી થશે : શાહ
Next articleઅંબાજીમાં નવરાત્રીની તડામાર તૈયારીઓ શરૂ