સ્વ.ભગવતસિંહ પ્રભાતસિંહ ગોહિલ પરિવાર દ્વારા ગામના મુખ્ય પ્રવેશદ્વારનું નિર્માણ તેમના દીકરા સ્વ.કનકસિંહ ભગવતસિંહ ગોહિલની સ્મૃતિમાં બનાવવામાં આવેલ તે ગામ લોકો માટે ખુલો મુકવાના પ્રસંગે સાધુ સંતો ક્ષત્રિય સમાજના આગેવાનો અન્ય સામાજિક આગેવાનો સગા સબંધીઓ આજુબાજુના ગ્રામજનો સહીત વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા
આ કાર્યક્રમમાં ઉપસ્થિત પૂજ્ય રવુબાપુ વાંકીયા આશ્રમ ભરતબાપુ મહંત હનુમાનદાસ બાપા આશ્રમ કથાકાર મહાવીરદાસ બાપુ પાલીતાણા સહિત ક્ષત્રિય સમાજના આગેવાનો સહિત અન્ય રાજકીય આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
આ સમારોહમાં જુદા જુદા આગેવાનો દ્વારા સમાજમાં જાગૃતિ માટે કુરિવાજો દુર કરવા શિક્ષણનો વ્યાપ વધારવા તથા ગામના પ્રવેશ દ્વાર નિર્માણ અંગે ખુશી વ્યક્ત કરી સ્વ.ભગવતસિંહ અને તેના દીકરા સ્વ.કનકસિંહ યાદ કરી તેમના સદગુણોને યાદ કરી તેમની સ્મૃતિ તાજી કરી હતી તેમના પરિવાર દ્વારા ઉમરાળા ક્ષત્રિય સમાજના વિધવા સહાય ફંડમાં મુકેશસિંહ કનકસિંહ અને નટુભા ભગવતસિંહ તરફથી રૂ.૫૧૦૦ ફંડ આપ્યું હતું તેમજ ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા રૂ.૫૦૦૦ ફંડમાં સમાજને અર્પણ કરવામાં આવ્યું હતું રાત્રીના ભજન સંતવાણીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું સાધુ સંતો અને નામી અનામી કલાકારો દ્વારા સંતવાણી કરવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને માર્ગદર્શન દિલીપભાઈ રામાનુજ દ્વારા કરવામાં આવ્યું હતું.