ભાવનગર એલ.સી.બી. સ્ટાફનાં માણસો ભાવનગર સીટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન પો.કો. શકિતસિંહ ગોહિલને બાતમીરાહે હકિકત મળેલ કે, તળાજા પો.સ્ટે. વિસ્તારના પ્રોહીબીશન એક્ટનાં ગુન્હાનાં કામે નાસતાં-ફરતાં આરોપી મહેશ કે જેનું ખરેખર નામ મેઘરાજ ઉર્ફે મહેશ ઇશ્વરભાઇ કુંચાલા રહે.ભાવનગરવાળો હાલ ભાવનગર,એસ.ટી.સ્ટેશન પર હાજર છે.જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ આવતાં નાસતાં-ફરતાં આરોપી મેઘરાજ ઉર્ફે મહેશ ઇશ્વરભાઇ કુંચાલા ઉ.વ.૨૯ રહે.પ્લોટ નં.૩,રામતીર્થ સોસાયટી, સરદારનગર, ભાવનગર વાળા મળી આવતાં તેનાં વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી તેને નિલમબાગ પો.સ્ટે.માં સોંપી આપવામાં આવેલ છે. તળાજા પોલીસ સ્ટેશનનાં પ્રોહી.નાં ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપીને ઝડપી લેવામાં ભાવનગર એલ.સી.બી. ટીમને સફળતા મળેલ છે. આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પો.ઇન્સ. ડી.એમ.મિશ્રા તથા એલ.સી.બી. સ્ટાફનાં પરાક્રમસિંહ ગોહિલ, ગુલમહંમદભાઇ કોઠારીયા, મીનાઝભાઇ ગોરી, શકિતસિંહ ગોહિલ, જયરાજસિંહ ખુમાણ વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.