શુક્રવારે સવારે ભાવનગરને હરીયાળુ બનાવવા કટીબધ્ધ એવી ગ્રીનસીટી સંસ્થા દ્વારા ભાવનગરની પાંચ યુવા પ્રતીભાઓ કે જેમણે પોત પોતાના ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભાવનગરનું નામ રોશન કર્યું છે. તેઓના હસ્તે આજરોજ વૃક્ષારોપણ કર્યું હતું. હાર્વિક દેસાઈ, જાનવી મહેતા, હેતસ્વી સોમાણી, જીત ત્રિવેદી તથા ચિત્રાંગ પટેલએ ઉત્સાહભેર વૃક્ષારોપણ કર્યું હતું. આ તબકકે ગ્રીનસીટીના દેવેનભાઈ શેઠએ જણાવ્યું હતું કે ભાવનગરની યુવા ંપેઢી પર્યાવરણ પ્રત્યે જાગૃત થાય તે હેતુથી આજના વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખ્યો હતો. યુવાનો પોતાનો ફાજલ સમય વૃક્ષના ઉછેર માટે આપે એવો અમારો સંદેશ છે. તેમ દેવેનેભાઈએ જણાવ્યું હતું. આ પ્રસંગે યોગ ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરનાર તથા ભારત માટે અનેક ગોલ્ડ મેડલ જીતનાર હેતસ્વી સોમાણીનું ગ્રીનસીટી દ્વારા ટ્રોફી અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું. જાનવી મહેતા તથા હેતસ્વી સોમાણીએ યોગ ક્ષેત્રે ભારતનું ગૌરવ વધાર્યું છે. આ પ્રસંગે ગ્રીનસીટીના દેવેનભાઈ શેઠ, તારકભાઈ શાહ, કમલેશભાઈ શેઠ, જયંતભાઈ મહેતા, જેક ઝાલા તથા અન્ય સભ્યો હાજર રહ્યા હતાં.