ઘોઘા રો.રો.ફેરી સર્વિસ ૨૪.૯.૧૯ થી અનિશ્ચિત મુદત માટે બંધ થવાના સમાચાર મળતા ઘોઘા તાલુકા પંચાયત પ્રમુખ સંજયસિંહ ગોહિલ,ઘોઘા ના સરપંચ અંશારભાઈ રાઠોડ અને તાલુકા પંચાયત સદસ્ય મુકેશભાઈ ગોહિલ અને ઘોઘાના આગેવાન મહમદભાઈ શેખ રૂબરૂ રો.રો.ફેરી ની મુલાકાત કરી,રો.રો.ફેરી સર્વિસ માં જતા પેસેન્જરો ને અગવડતા ના પડે તે માટે જરૂરી સૂચના આપી,સંજયસિંહ ગોહિલ દ્વારા સરકાર ની અણઆવડત સામે રોસ વ્યક્ત કરતા માત્ર બાણગા ફુક્તિ રૂપાણી સરકાર જાહેરોતો કરવામાં પાવર્ધિ છે, સરકારની માત્ર ચૂંટણી લક્ષી યોજના હોય તે સ્પષ્ટ પુરવાર થાય છે, પૂરતા પેસેન્જર મળવા છતાં ફેરી સર્વિસ બંધ કરવી યોગ્ય નથી સરકાર ની અણઆવડત અને ભાવનગર ને કાયમ અન્યાય કરતી નીતિ જવાબદાર,ભાવનગર ની જનતાએ લોકસભા અને ૬ વિધાનસભા માં પ્રતિનિધિત્વ કરવાની તક ભાજપ ને આપી છે અને ગુજરાત સરકારમાં ૨ મંત્રી ભાવનગરના છે અને ૧ કેન્દ્ર સરકારમાં રાજ્યસભાના સાંસદ કેન્દ્રીય રાજ્ય મંત્રી છે, છતાં પ્રજા ના કામ અને ભાવનગરના વિકાસ માં કોઈ ને રસ નથી, ચૂંટણી સમયે માત્ર વાતો કરી ભાવનગરની ભોળી જનતાને છેતરી કાયમ અન્યાયાય કરવામાં આવે છે,મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઘોઘા આવ્યા ત્યારે ભાવનગર થી હજીરા રો.રો ફેરી સર્વિસ ચાલુ કરવાની જાહેરાત કરી હતી પરંતુ જે ફેરી સર્વિસ ચાલુ છે ઘોઘા થી દહેજ તે ચલાવી સકતા નથી તો બીજી ક્યારે ચાલુ થશે?ભાવનગર ની જનતા ને કાયમ સપના જ જોવાના રહેશે?સરકારી તંત્ર જેમાં જી.એમ.બી.ની સંપૂર્ણ બેદરકારી અને અણઆવડત સાબિત થાય છે,જી.એમ.બી.ની બેજવાબદાર નીતિ ઘોઘા ની દરિયાઈ સંરક્ષણ દીવાલ વર્ષોથી નષ્ટ થઈ ગઈ હોવા છતાં બની નથી,ઘોઘા ને હંમેશા ઠેંગો જ બતાડવામાં આવ્યો છે,પ્રજા ની પરસેવાની કમાણી માંથી ટેક્સ ઉઘરાવી રૂપિયા ૬૦૦ કરોડ થી વધારે ના ખર્ચે રો.રો.ફેરી સર્વિસ પ્રોજેક્ટ બનાવ્યા પછી સરકારની બેજવાબદાર નીતિ ને કારણે અનિશ્ચિત મુદત માટે બંધ કરવી પડી,તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી એક વખત અને પ્રધાન મંત્રી બન્યા બાદ પેસેન્જર શિપ નું ઉદ્ઘાટન કરી ગયા છે,અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ૨ વાર ફેરી સર્વિસનું ઉદ્ઘાટન કરી ગયા છે તે રો.રો.પ્રોજેક્ટ અનિશ્ચિત મુદત માટે બંધ થતા સરકાર ની ભાવનગર પ્રત્યેની ઉદાસીનતા સ્પષ્ટ દેખાય છે,અને છાસવારે ફેરી સર્વિસ બંધ થતી હોવા થી પેસેનજોરો ની ફેરી સર્વિસ પ્રતેની વિશ્વસનીયતા પડી ભાંગી છે…