ભાવનગર રાજકોટ હાઇવે વલાવડ પાસે આવેલ ફાટક સાથે એક કન્ટેનર નાગાલેન્ડ પાસિંગ દ્ગન્૦૧ દ્ભ ૩૩૧૪ ના ડ્રાઇવરે સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા આ કન્ટેનર ફાટક ની સિગ્નલ ની કેબીન સાથે અથડાતા મસમોટું નુકશાન થવા પામેલ હતું ત્યારે સ્થળ પર હાજર ડ્રાઇવર રાહુલખાન મોન્ડલ ઉવ આ ૩૨ દ્વારા જાણવા મળેલ કે આ ગાડી રાજસ્થાનના ટપુકડા થી ભરવામાં આવ્યો હતો જેમાં હોન્ડા કંપની ની ૬ ગાડીઓ જે પીપાવાવ પોર્ટ લઈ જવાની હતી આ ગાડીઓ વિદેશમાં એક્સપોર્ટ કરવા માટે મોકલાતી હતી પરંતુ રસ્તો ભૂલી ગયો હોવાથી આ બાજુ આવી ગયો છું અને અન્ય વાહન ને બચાવવા જતા અકસ્માત સર્જાયો હતો અને કન્ટેનર ફસાઈ ગઈ હતી.
આ ઘટના ની જાણ થતાં રેલ્વે પીડબલ્યુઆઈ ચૌહાણ તથા રેલવે પોલીસ જાની તથા સ્ટાફના માણસો દોડી આવ્યા હતા સદનસીબે કોઈ જાનહાની થઈ નથી આગળની કાર્યવાહી રેલવે દ્વારા ચલાવી રહ્યા છે