ગાંધી જયંતિ નિમિત્તે સ્વ. શિક્ષણ ગ્રામ જીવન યાત્રા ર૦૧૯નો સર્વોત્તમ ડેરીથી શુભારંભ

761

તા.૨૨ના રોજ ગુજરાત વિદ્યાપીઠના રાંધેજા સંકુલના વિદ્યાર્થીઓ અને અધ્યાપકોની આ વર્ષની ૧૩મી ગ્રામજીવનયાત્રા ભાવનગર, બોટાદ અને રાજકોટ જિલ્લાની તા.૨૨ થી તા.૨૬ સુધી ઉત્તર બુનિયાદીની તાલીમની સંસ્થાઓ અને તેની આસપાસના ગામડાઓમાં યોજવા માટે આજરોજ સર્વોત્તમ ડેરી સિહોરના ચેરમેન મહેન્દ્રભાઈ પનોત તથા મેનેજિંગ ડિરેક્ટર એચ.આર.જોષી શુભેચ્છા આપી પ્રસ્થાન કરાવેલ.  આ પ્રસંગે આ પદયાત્રા સમિતિના સંજયભાઈ મકવાણાએ ગ્રામજીવનયાત્રાનો હેતુ સમજાવેલો જેમાં તેનો મુખ્ય હેતુ સ્વચ્છતા, વ્યસનમુક્તિ, ગ્રામભાવના અને સાક્ષરતા તથા આ વર્ષની વિશેષ ગાંધીજી તથા કસ્તુબાની ૧૫૦મી જયંતિ તથા ગુજરાત વિદ્યાપીઠના શતાબ્દિ પર્વની ઉજવણીના ભાગરૂપે ગાંધીજીના ગ્રામસ્વરાજની ભાવનાને ઉજાગર કરવાની વાત કરી હતી. આ પ્રસંગે ચેરમેન મહેન્દ્રભાઈ પનોતે ગામડાના સ્વરૂપનું વર્ણન અને તેની સંસ્કૃતિ જાણવા વિદ્યાર્થીઓને હાકલ કરી હતી. આ ઉપરાંત ભારતના ગામડા થકી જ ભારતદેશનો વિકાસ થઈ શકશે. ગામડામાં રહેલી આપણી ગ્રામ્ય સંસ્કૃતિને વિદ્યાર્થીઓ સમક્ષ વાગોળી હતી.

આ યાત્રામાં ગુજરાત વિદ્યાપીઠના રંધેજા સંકુલના ૩૩૯ વિદ્યાર્થીઓ ૧૬ અધ્યાપકો જુદી જુદી ટુકડીઓ દ્વારા આંબલા, મણાર, બેલા, હાથબ, માનપુર, વાળુકડ, ગોપનાથ, લોઈચડા, બપાડા, દુધાળા વિગેરે વિસ્તારમાં ફરીને ગ્રામજીવનને જાણવા સમજવવાનો પ્રયત્ન કરશે.

Previous articleસિહોરના વલાવડ ફાટક સાથે મહાકાય કન્ટેનર ભટકાયું
Next articleસીઆઈએસએફ ભાવનગર એરપોર્ટ દ્વારા સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજાયો