ભાવનગરના ૪૮ તેજસ્વી છાત્રોને ગોલ્ડ મેડલથી પુરસ્કૃત કરાયા

438

ભાવનગરમાં છેલ્લા ૨૦ વર્ષથી શિક્ષણ અને આરોગ્ય  ક્ષેત્રે કાર્યરત ચંદ્રશેખર મહેતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શિક્ષણ રાજ્યમંત્રી  વિભાવરીબેન દવે, ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, રાષ્ટ્રીય સંગઠનના અગ્રણી સુનિલભાઈ ઓઝા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ધો.૧૦ અને ધો.૧૨ના કુલ ૪૮ તેજસ્વી વિદ્યાથીઓને ગોલ્ડ મેડલ સહિતના પુરસ્કારો આપી સન્માનિત કરાયા હતા.

આ કાર્યક્રમનો દિપ પ્રાગટ્ય કરી શિક્ષણ રાજ્યમંત્રી  વિભાવરીબેન દવેએ જણાવ્યું હતુ કે જીવનમાં સંસ્કારનું ખુબજ મહત્વ છે. તેથી સંસ્કારી એવા તેજસ્વી ૪૮ વિદ્યાથીઓને ગોલ્ડમેડલ એનાયત કરી અન્ય પુરસ્કાર આપી આજે આપણે સન્માનીત કરશુ તે ચંદ્રશેખર મહેતા ચેરીટેબલ ટ્રસ્ટના ઉજ્જવળ સંસ્કાર દર્શાવે છે. સ્વ. ચંદ્રશેખર મહેતાના બે પુત્રો ડો. સમિર મહેતા અને ડો. કૃષ્ણચંદ્ર મહેતા દ્વારા આ પ્રકારનું કાર્ય વર્ષ ૧૯૯૮ થી કરવામાં આવી રહ્યુ છે. તે સંસ્કાર નગરી ભાવનગરની ઉજ્જવળ પરંપરા દર્શાવે છે. વધુમાં તેમણે ઉમેર્યુ હતુ કે રાજ્યમાં મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના હેઠળ તેજસ્વી વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ અર્થે રૂ.૨૦ લાખ સુધી સહાય આપવામાં આવે છે. ઁૐ.ડ્ઢ કરતા વિદ્યાર્થીઓને દર વર્ષે રૂ.૧૫,૦૦૦ સ્ટાઈપેન્ડ આપવામાં આવે છે. સમગ્ર એશીયામાં માત્ર ગુજરાતમાં જ ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટિ કાર્યરત છે.

આ પ્રસંગે  ધારાસભ્ય  જીતુભાઈ વાઘાણીએ જણાવ્યુ હતુ કે તેજસ્વી વિદ્યાર્થીઓને દર વર્ષે સમુહમાં બિરદાવવા તે એક પ્રકારનો શિક્ષણરૂપી મહાયજ્ઞ છે.

રાષ્ટ્રીય સંગઠનના અગ્રણી સુનિલભાઈ ઓઝાએ જણાવ્યું હતુ કે ચંદ્રશેખર મહેતાએ વર્ષ ૧૯૭૭માં સુર્ય ઉર્જાથી ચાલતુ સુર્યકુકર બનાવ્યુ હતું. તે સમયે અમેરીકાનું પ્રતિનિધિ મંડળ ભાવનગર ખાતે  ચંદ્રશેખર મહેતાની આ શોધને બિરદાવવા માટે આવ્યું હતું. હાલમાં ચંદ્રશેખર મહેતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભારત સહિત વિશ્વના કુલ ૧૨ દેશોમાં શિક્ષણ અને આરોગ્યલક્ષી માનવ કલ્યાણની કામગીરી થઈ રહી છે.

આ કાર્યક્રમમાં મહાનુભાવો દ્વારા ધો.૧૦ અને ધો.૧૨માં ગણિત વિષયમાં ૧૦૦ માંથી ૧૦૦ માર્ક લાવનારા વિદ્યાર્થીઓને ગોલ્ડમેડલ, પ્રશસ્તિપત્ર,વોટરબેગ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.  આ કાર્યક્રમમાં મેયર મનહરભાઈ મોરી, સ્ટેન્ડિગ કમિટિના ચેરેમેન યુવરાજસિંહ ગોહિલ, નાગરીક બેંકના ચેરમેન જીતુભાઈ ઉપાધ્યાય,ચંદ્રશેખર મહેતા ચેરીટેબલ ટ્રસ્ટના ડો. સમિર મહેતા, ડો. કૃષ્ણચંદ્ર મહેતા, ગંગા સ્વરૂપ હંસાબેન મહેતા, ડો. વરતેજી,  સુરેશભાઈ, ગીરીશભાઈ ખોલકીયા તેમજ વિદ્યાર્થીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

Previous articleભાવનગર જિલ્લા કક્ષાના ‘ગુજરાત શાળા સલામતી સપ્તાહ’નો નારી ગામથી પ્રારંભ કરાયો
Next articleધ ગર્લનુ શુટિંગ પરિણિતી ચોપડાએ પરિપૂર્ણ કર્યુ છે